________________
આગમત
આ બાબદ વાદી શંકા કરે છે કે શા માટે આપવાદિક કાલની પ્રરૂપણા કરી? - ઉત્તર-બુદ્ધિમાન તે જ કહેવાય કે જે ઔચિત્ય પૂર્વક વર્તે. એ બુદ્ધિમાન પુરૂષ કે જે પરમાર્થથી પુણ્યની પુષ્ટિ કે સુખની વૃદ્ધિને ઈચ્છતે જે રીતે કલ્યાણની પરંપરા વધે તેવી રીતે આદરપૂર્વક પ્રયત્ન કરે એટલે ત્રિકાળપૂજા કરતાં જે આજીવિકાને ઉછેદને પ્રસંગ આવતું હોય તે પૂજામાં આપવાદિક કાલને આશ્રય કરે.
પ્રશ્ન-૨ આપવાદિક કાલને આશ્રય ન કરે તે શુભ પરંપરાને નાશ થાય છે એ શી રીતે?
ઉત્તર-જે શ્રાવક આજીવિકાના ઉચ્છદ પ્રસંગે પણ આપવાદિક કાલને આશ્રય ન કરે તે આજીવિકા નાશ પામે ને આજીવિકાથી પીડાતા ગૃહસ્થને ધર્મસંબંધી કે લેકસંબંધી સર્વ ક્રિયાઓમાં મુંઝવણ થાય ને તેથી શુભપરંપરાને નાશ થવા પૂર્વક આર્તધ્યાનને. પ્રસંગ આવે,
કદાચ કોઈ સર્વથા લેક-વ્યવહાર નિરપેક્ષ થવા માંગતા હોય તે તેવા આત્માએ સર્વ વિરતિરૂપ સંપૂર્ણ સંયમ એટલે સાધુ પણું જ સ્વીકારવું ઉચિત છે. નહિંતર તેનું સર્વથા નિરપેક્ષપણું ઉચિત નહિં, પણ ભૂમિકાભેદે અનુચિત જ ગણાય.
પ્રશ્ન-૩ પ્રભુ પૂજા કરનારે સ્નાન કરવું જોઈએ એમ વિધાન કર્યું છે, પરંતુ સ્નાનાદિક જવનિકાયના વધમાં હેતુભૂત છે, માટે સ્નાન કરવું જોઈએ કે કેમ?
ઉત્તર–શક્ય જીવ રક્ષા કરવા રૂપ યતના વડે કરાતી સ્નાનાદિક ક્રિયા ગુણને માટે થાય છે, માટે પ્રભુ પૂજા માટે કરાતું સ્નાન ગૃહસ્થ માટે ઉચિત-સંગત છે. પણ આ ઉપરથી એમ ન સમજવું કે આ રીતે યતના પૂર્વક સ્નાનાદિ જે પાપ હેતુ ન બને તે સાધુ પણ યતનાવાળી પૂજા કરે તે શો વાંધો? કારણ કે દ્રવ્ય પૂજાના અધિકારી આરંભવાલા ગૃહસ્થો જ હોય છે. પણ સાધુ નહિં, કારણ કે સાધુ