________________
૧૪
આગમત ભાવાર્થ–વ્યવહારમાં (કું) દાક્ષિણ્ય (શરમે-ભરમે ખેંચાવાની ટેવ) ન રાખનારે ૮, ધૂત (જુગાર) આદિ વ્યસનેથી રહિત , પિતાના વંશ (પૈતૃક કુળ) જાતિ (માતૃક કુલ)માં (સત્કર્મોના બેલે) પ્રખ્યાત ૧૦, નીતિ (ધર્માવિરોધી શિષ્ટ માન્ય વ્યાવહારિક જીવનચર્યા) અને ધર્મ (શાસ્ત્રાનુસારી આત્મકલ્યાણકારી પ્રવૃત્તિઓ)માં (હાર્દિક) આદર (વૃત્તિ) વાળ ૧૧. I ૨ In
अनिन्द्यजीवी १२ निस्तृशोऽरातो १३ स्वाश्रितवर्धकः १४ । अतिथेः पूजको १५ गुह्यगोप्ता १६ योषावशो न यः १७ ॥३॥
ભાવાર્થ-(ધર્મ દષ્ટિએ અને લૌકિક રીતિએ) નિદાપાત્ર ન બનાય તે રીતે જીવનારે ૧૨, શત્રુ-દુશ્મન પર દયા નહીં દાખવનારો ૧૩ પિતાના આશ્રયે રહેનારાને (ધર્મ–વ્યવહાર દરેક રીતે વધારનાર ૧૪, (દ્રવ્યથી કેઈપણ ઘરના આંગણે આવેલ મહેમાન અને ભાવથી જેઓ સદા ધર્મની આરાધનામાં હેઈ તિથિરહિત છે એવા ત્યાગી નિગ્રંથ સાધુએ અને જાતના) અતિથિની સેવા-ભક્તિ કરનાર ૧૫, (કેઈની પણ) ગુઢવાતને ગેપવી જાણનાર ૧૬, જે (વિકારી જીવનની પ્રધાનતાને લઈ) સ્ત્રીને આધીન (બૈરી મુખે) ન હોય ૧૭ ] ૩
वचोरक्ष्य १८ ईविश्वासः १९ प्रार्थनाभङ्गभीलुकः २० । सत्त्ववान् २१ स्वीकृतारक्षी २२ द्रव्याद्धाक्षेत्रभाववित् २३ ।।४।।
ભાવાર્થ-(ધર્માનુકૂળ) વચન-પ્રતિજ્ઞાને (ગમે તે ભેગે પણ) નભાવનાર ૧૮, (ગ્ય વ્યક્તિઓ પર) વિશ્વાસ ધરાવનાર ૧૯, (ગમે તેવી વ્યાજબી) પ્રાર્થનાને ભંગ ન થાય તેવા ડરવાળે (પિતાના
* સામાન્યથી આ ગુણ ધૂલબુદ્ધિવાળા જીવોને અટપટો લાગે, પણ સર્વવિરતિને પંથે જવાનું ધ્યેય છતાં અવિરતિના ઉદયે લાચારીથી સંસારમાં રહેવું પડતું હોય તેને “સીધી આંગળીએ ઘી ન નિકળે” ની જેમ ક્યારેક વ્યવહારમાં હૈયાની કમળતા છતાં દેખાવના કઠેર થવું જરૂરી થઈ પડે છે, નહીં તે “ધમી એટલે કાયર” એવી ખાટી છાપ પડી જાય, તેથી ધર્માનુસારી ગૃહસ્થજીવનને લક્ષ્યમાં રાખી લૌકિક નીતિની દષ્ટિએ “દુશ્મન પર દયા નહીં બતાવવા”ને ગુણ દર્શાવ્યું હોય એમ લાગે છે.