________________
છે આગમ રહસ્ય 9
[ ધ્યાનસ્થ પૂ. આગમ દ્વારકશ્રીએ અનેક મુમુક્ષુ જિજ્ઞાસુ આગમતત્વ પિપાસુ અધિકારી જીના આગ્રહથી આગમ સંબંધી પ્રૌઢ પ્રતિભા શ્રુતાનુસારી પ્રજ્ઞાબળે મેળવેલ ગૂઢ અતિ નિગૂઢ રહ
થી ભરપુર આ લેખમાળા શ્રી નંદીસૂત્રના મહત્વને વર્ણવવારૂપે વર્ષો પહેલાં લખેલી, તે સંકલિત કરીને અહીં આપવામાં આવેલ છે.] નદીની મહત્તા –
કેઈ પણ સૂત્ર, ઉદ્દેશ વિગેરે વિધિથી જ્યારે-જ્યારે અપાય છે, અથવા કઈ પણ સૂત્રની અનુજ્ઞા–એટલે બીજાને આપવાની આજ્ઞાકરાય છે, ત્યારે–ત્યારે નંદીને વિધિ કરે જોઈએ, એવું શાસ્ત્રકારનું ફરમાન છે.
સૂત્રદાનના પ્રસંગ સિવાય પણ સર્વસાવદ્ય-વિરતિરૂપ પ્રવજ્યા, શ્રાવકને વ્રતાદિદાન કે સામાન્ય રૂપે જ્ઞાનપંચમી આદિવ્રતનું આરોપણ પણ નંદીની વિધિપૂર્વક જ કરવાનું શાસ્ત્રકારે જણાવે છે.
' એટલે “નંદી' શબ્દનો અર્થ તથા સ્વરૂપ, તેમ જ નિક્ષેપાદ્વારા જણાતા તેના ભેદો જાણવાની ખાસ આવશ્યકતા છે. નંદી શબ્દાર્થ –
નંદી’ શબ્દ “ર” ધાતુ ઉપરથી બનેલું છે, જો કે તે ધાતુ “સમૃદ્ધિ અર્થમાં છે, તે પણ તેને પ્રાગ સામાન્ય રીતે ધનધાન્યાદિની સમૃદ્ધિમાં થતું નથી, પણ હર્ષ રૂપી ધનની વૃદ્ધિમાં થાય છે. અને તેથી જ આનંદ, નંદન, નંદથુ, પરમાનંદ, વિગેરે શબ્દો જેમ હર્ષની સમૃદ્ધિને જણાવવાવાળા બને છે, તેવી જ રીતે અહીં પણ “નંદી” શબ્દ હર્ષની સમૃદ્ધિ ને જણાવનાર છે. જેમ “નાભિ” શબ્દ સ્ત્રીલિંગ અને પુલિંગ, બંનેમાં વપરાય છે, તેવી રીતે આ નંદી શબ્દ પણ પુલિંગ અને સ્ત્રીલિંગ બંનેમાં વપરાય છે, પણ ફરક એટલે જ કે “નાભિ' શબ્દ સ્ત્રીલિંગમાં પણ હસ્વ કાર