________________
આગમત
વાળે રહે છે, પણ “નંદી’ શબ્દ પુલિંગમાં હસ્વ છેકારવાળો રહે છે, સીલિગમાં તેને સ્ત્રીલિંગને ઈ પ્રત્યય લાગતાં દીર્ઘ થઈ જાય છે. નંદી સૂવ” નામનું રહસ્ય – - જે કે “નંદી' શબ્દથી હર્ષ પ્રમદ, આનંદ, વિગેરે સામાન્યથી સમજાય છે, પણ જૈનશાસનમાં હર્ષનું તાત્વિક કારણ સમ્યગજ્ઞાનાદિ જણાવેલ હેવાથી સમ્યજ્ઞાનાદિના કારણભૂત આ સૂત્ર “નંદી” સૂત્ર તરીકે જણાવાયું છે. “કારણમાં કાર્યને ઉપચાર” પંડિતપર્ષદામાં સાહજિક હેવાની જ્ઞાનને નિરૂપણ કરનાર અધ્યયનને પણ “નંદીસૂત્ર તરીકેની સંજ્ઞા સંગત થઈ પડે છે. નંદી એ સૂત્ર કે અધ્યયન?
જે કે શ્રી પાક્ષિકસૂત્ર વિગેરેમાં તેમજ આજ શ્રી નંદીસૂત્રમાં, સૂત્રના ભેદે જણાવતાં, તેમ જ પિસ્તાલીશ આગમની સંખ્યા ગણાવતાં જ્ઞાનીઓએ “શ્રી દશવૈકાલિક આદિ સૂત્રની માફક આ “નંદીસૂત્રને પણ સ્વતંત્ર સૂત્રપણે જણાવ્યું છે, તેમ જ આ “નંદીસૂત્ર” ઉપર બીજા સૂત્રની માફક સ્વતંત્ર રીતે ચૂણિ અને વૃત્તિ વિગેરે છે.
તેથી આ “નંદીસૂત્ર”ને પૃથફ સૂત્રપણે ગણવું એ ઉચિત છે, તે પણ દરેક સૂત્ર કે અનુગ આદિના પ્રારંભ વખતે શરૂઆતમાં આ સૂત્રને “નંદી” અધ્યયન તરીકે ઉલ્લેખ “શ્રી નમસ્કાર મહામંત્ર આદિના સ્મરણની માફક આ સૂત્રની મહત્વપૂર્ણ નિયતતા સૂચવે છે.
આ સૂત્ર દરેક સૂત્ર કે આગમની વ્યાખ્યાને પ્રારંભે આ રીતે નિયતરૂપે જરૂરી હાવા રૂપે દરેક સૂત્ર કે આગમને પ્રથમ અવયવ બનવાથી “નંદીસૂત્રને અધ્યયન તરીકે પણ પૂર્વાચાર્યોએ ઓળખાવેલ છે તે પણ સાપેક્ષ રીતિએ વિચારતાં સંગત જણાય છે. નદીને વિષય
“શ્રી આચારાંગ” વિગેરે શાસે જેમ “સાધુઓના આચાર” વિગેરેનું પ્રતિપ્રાદન કરે છે, તેવી રીતે આ “નંદી” નામનું સૂત્ર કે અધ્યયન પાંચ જ્ઞાનનું નિરૂપણ કરે છે.