________________
પ્રકાશકીય નિવેદન
દેવ-ગુરુકૃપાએ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી અને વિદ્વદ્વર્ય પૂ. મુનિરલ શ્રી સૂર્યોદય સાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી વિ. સં. ૨૦૧૦માં અમારી આ શ્રી આગમ દ્ધારક ગ્રંથમાળાની સ્થાપના થએલી.
ત્યારથી આજ સુધીમાં પ. પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીના અથાગ પ્રયત્નથી પ. પૂ. આગમ દ્વારકશ્રીની સઘળી કૃતિઓ છપાઈ ગઈ આગમ સંબંધી ત્રેપન વિષયેની તારવણી અને અપરિચિત શબ્દના સંગ્રહનું કાર્ય છપાવવાની તૈયારી પર છે.
આજ સુધી વિવિધ પુસ્તકો અને સિદ્ધચક માસિક દ્વારા પ. પૂ. આગમ દ્વારકશ્રીના ગુજરાતી ઘણું વ્યાખ્યાને છપાયા છે, છતાં ઘણા તાત્વિક આગમ અને પ્રકરણ ગ્રંથના માર્મિક વ્યાખ્યાનેને વિશાળ સંગ્રહ હજી અપ્રકાશિત રહ્યો છે.
તે બધાને વ્યવસ્થિત રીતે પ્રકાશિત કરવાની પ્રેરણા પૂ. ગચ્છાધિપતિ પાસેથી મળવાથી અમારી સંસ્થાએ આગમત પુસ્તકમાળાના પ્રકાશનનું આ કાર્ય હાથ ધર્યું છે.
આ વ્યાખ્યાનના સંપાદનનું કાર્ય પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી, પૂ. આગાદ્વારકશ્રીના શિષ્યરત્ન પૂ. વિદ્વદર્ય મુનિરાજશ્રી સૂર્યોદય સાગરજી મહારાજ તથા પૂ. તપસ્વી ઉપા. શ્રી. ધર્મસાગરજી મના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી અભયસાગરજી મહારાજે સ્વીકાર્યું છે. '
વિવેકી વાચક વર્ગ એગ્ય રીતે નય સાપેક્ષ અતિ નિગૂઢ સ્યાદ્વાદ શૈલીથી ભરપૂર આ વ્યાખ્યાનેને, ગુરૂગમથી સમજવાને પ્રયત્ન કરી સમ્યજ્ઞાનસહિત શ્રી જિનશાસનની ક્રિયાઓના રાજમાર્ગો ધપવાની કુશળતા કેળવે એ જ શુભાભિલાષા