________________
આગમત
તે આત્માના ગુણનાં આવરણે જેનાથી ઉત્પન્ન થાય, જેનાથી -વધે, જેનાથી અનુબંધવાળાં થાય, તે બધું જેનાર પરમેશ્વર,
આત્માના આવરણોનું રેકાણુ કેમ થાય તે રેકાણુ ટકે છે કેમ? અને પરંપર ફલને આપે છે કેમ? એ જાણનાર પરમેશ્વર,
આત્માના આવરણેને ટાળવા માટે કયા સાધનની જરૂર છે? તે જાણનાર પરમેશ્વર,
આવરણને ટાળનાર અને રોકનાર એ આખો વર્ગ ઉભું કરી આવરણેને રોકવાને પ્રવાહ ઉભો કરનાર પરમેશ્વર
આવરણને રોકનાર અને ટાળનાર વર્ગના સાધનોની સામગ્રી ગઠવનાર અને ખીલવનાર પરમેશ્વર,
જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્ભર બંધ અને મોક્ષ એ તને જણાવનાર શાસન સ્થાપનાર પરમેશ્વર
જીવ અજીવના ભેદે પૃથ્વી પહાડ પાણી વાયુ વનસ્પતિ ઠેર મનુષ્ય નારક અને દેવ એ બધા કેમ કે કયા કયા કર્મોથી ઉત્પન્ન - થાય છે? એ બધું જણાવનાર પરમેશ્વર,
અજ્ઞાનઅંધકારથી વ્યાપ્ત જગતમાં જ્ઞાનઉદ્યોત કરનાર પરમેશ્વર,
મહમદિરાથી મત્ત થયેલ જગતમાં મદિરાના છાકને મટાડનાર આદ્યપુરુષ તે પરમેશ્વર,
કર્મની કક્તિ કામી જુલમગારીને જાણીને જીવાત્માને શિવાત્મા બનાવનાર પરમપુરુષ પરમેશ્વર
આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ રત્નના અખૂટ ખજાનાને નહિ પામવા દેનાર કર્મકંટકને બાળીને ભસ્મ કરવા તપ તપનાર પરમેશ્વર તે દીવાથી અનેક દીવા પ્રગટે તેમ ઉદ્ધત એવા પિતાના આત્માથી અનેક આત્માઓને ઉદ્ધાર કરનાર પરમેશ્વર, - જેના ત્રણ જ પદથી ભાગ્યશાળી પુરુષ સકલ શાસ્ત્રને રચવાની શક્તિ મેળવે છે તે પરમેશ્વર,