________________
પુસ્તક ૩–જુ
પ્ર
આવી રીતે અંકમાં જેમ અનુક્રમની નિયમિતતા છે તેવી રીતે પરમપવિત્ર પંચપરમેષ્ટિમાં પણ અનુકમની નિયમિતતા અનાવશ્યક નથી પણ અત્યંત ઉપયોગી છે.
જો કે અનાનુપૂર્વમાં કમની અનિયમિતતા થાય છે. પણ જે કમનું નિયમિતપણું ન હોય તે પૂવાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી બને જ નહિં અને જે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વ ન બને તે પછી અનાનુપૂર્વી હોય જ ક્યાંથી ? ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકારમહારાજાઓ જ્યાં પૂર્વાનુપૂર્વી હોય ત્યાં જ પશ્ચાનુપૂર્વી પણ માને છે અને જ્યાં પૂર્વાનુપૂર્વ અને પશ્ચિાનુપૂવી હોય ત્યાં જ અનાનુપૂવીની હયાતી માને છે. જ્યાં અનાનુપૂર્વી હોય ત્યાં પૂર્વનુપૂર્વ અને પશ્ચિાનુપૂર્વી હોવી જ જોઈએ. અને પૂર્વાનુપૂર્વી તથા પશ્ચાનુપૂર્વી ન હોય તેને શાસ્ત્રકારે અનાનુપૂર્વા કહેતા નથી પણ અવક્તવ્ય જ કહે છે. એ ઉપરથી સ્પષ્ટ થયું છે કે પંચપરમેષ્ઠિને અનાનુપૂવીથી ગણાય છે, છતાં તેમાં આધારરૂપ તે પૂર્વાનુમૂવી જ છે. અને પૂર્વાનપૂર્વ ત્યાં જ હોય કે જ્યાં અનુક્રમનું નિયમિતપણું હોય.
જૈનજનતામાં પાંચ પરમેષ્ઠિને કમ જાહેર જ છે. પરંતુ તે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારને જે ક્રમ છે તે જે મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે તે જ આગલ આગલપદેમાં પાછલ પાછલના પદની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે.
અરિહંતમહારાજા મોક્ષમાર્ગના ઉત્પાદક છે તેથી મોક્ષના અથી જીને આઘમાં નમસ્કાર કરવા ગ્ય હોય તેમાં આશ્ચર્ય નથી ઋદ્ધિ સમૃદ્ધિ અને કુટુંબકબીલા જગમાં છપદાર્થો છે, પણ પ્રથમ નંબરે તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિને અર્પણ કરનાર દેવ આદિની આરાધના થાય છે, એવી રીતે મોક્ષમાર્ગ અને મોક્ષની ઈષ્ટતા છતાં ભગવાન અરિહંતની સૌ પ્રથમ આરાધના થાય એ સ્વાભાવિક છે.
આ કારણથી સિદ્ધમહારાજ જે કે સર્વ ગુણે સંપૂર્ણ છે, છતાં તે સિદ્ધોને જીવ પણ અરિહંત ભગવાને છે, અરિહંત ભગ