SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ પછી જ ઉપાંગને ઉદ્દેશાદિ અને અધ્યયનાદિકનો અધિકાર હોય છે, તેથી તેને માટે પર્યાયની આવશ્યકતા તેમાં પણ સ્પષ્ટ થાય છે. વળી, વ્યવહારાદિક છેદની ઉદ્દેશાદિક અને અધ્યયનાદિકની યોગ્યતા પર્યાયને હિસાબે જ મળે છે એમ નથી, પરંતુ તેમાં તે જણાવેલા પર્યાયવાળાને પણ અપરિણતપણું કે અતિપરિણતપણું ન હોય અને માત્ર પરિણતપણું જ હોય તેજ તે છેદસૂત્રના ઉદ્દેશાદિક અને અધ્યયનને અધિકાર મળે છે, એટલે એમાં પણ પર્યાયના વર્ષ સંખ્યાની આવશ્યકતા સ્પષ્ટપણે સમજાય તેમ છે. ચશરણ વિગેરે પ્રકીર્ણક કે જેઓને પન્ના તરીકે કહેવામાં આવે છે, તે કઈ પણ પ્રકારે નિયમિત અધ્યયનક્રમમાં જ રાખવામાં આવેલા નથી અને તેથી તેને માટે પર્યાય કે અપર્યાય જેવાને રહેતો નથી. આ જ રીતે પસ્તાલીશ આગમાં શ્રીનદિસૂત્ર અને શ્રીઅનુગદ્વાર સૂત્રને પણ સ્થાન છે, છતાં તે બને માત્ર પ્રવેશની સુગમતાને માટે જ જુદાં રાખવામાં આવેલાં છે, વસ્તુતઃ શ્રીનંદિ અને અનુગદ્વાર એ બને દરેક સૂત્રની અંતર્ગત જ છે, અને આજ કારણથી સામાન્ય જનસમૂહ શ્રીનંદિસૂત્રને સૂત્ર તરીકે બેલે છે, છતાં પ્રાચીન વ્યાખ્યાકારે તે શ્રીનંદિસૂત્રને અધ્યયન તરીકે જણાવે છે, વાચકોને યાદ હશે કે અધ્યયન એ સમગ્ર સૂત્ર રૂપ નથી હતું. પરંતુ સૂત્રને અંશ જ હોય છે, એટલે નંદિ અને અનુયેગને સર્વસૂત્રવ્યાપકપણાને લીધે ઉદ્દેશાદિક કે અધ્યયનમાં લેતાં પર્યાયની અપેક્ષા ન હોય તે સ્વાભાવિક છે. પુસ્તકારહણની વખતે શ્રીઆચારાંગ વિગેરે શાસ્ત્રના જે લખાણ થયાં છે, તેમાં આવશ્યક વિગેરેની સાક્ષિઓ તથા ‘કાવ ” વિગેરે કહીને અતિદેશ કરવામાં આવે છે, પરંતુ આવશ્યકદિ ચાર મૂલસૂત્રમાં કઈ પણ ઈતર સૂત્રની પરસ્પર સાક્ષી કે જાવ . આદિથી અતિદેશ કરવામાં આવતું નથી, માટે તે સૂત્રે અસલના
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy