________________
આગમત
ચારમાં છે, અને તેથી આ દશવૈકાલિક આદિ ચારને મૂલ કહેવાની કલ્પના અસ્થાને છે.
વળી કેટલાકે મૂલસૂત્રપણાના ખુલાસામાં એવી કલ્પના જણાવે છે કે સાધુજીવનના મૂલરૂપ મહાવ્રતનું નિરૂપણ આ દશવૈકાલિકાદિ સૂત્રમાં હોવાને લીધે આ ચારને મૂલસૂત્ર તરીકે ગણવામાં આવ્યાં છે.
આવા પ્રકારની આ ત્રીજી કલ્પના વિદ્વજનેને હાસ્યાસ્પદ ન થાય તેજ બસ છે.
કેમકે સાધુજીવનના મૂલરૂપ મહાવ્રતનું, સાધુને રક્ષણીય છ જીવનિકાયનું, અને સાધુજીવનમાં વર્જનીય પ્રમાદ અને કષાયનું સ્વરૂપ શ્રી આચારાંગ આદિ અંગ, પન્ના, અને છેદસૂત્ર વિગેરેમાં ઘણું જ વિસ્તારથી આવેલું છે, એટલું જ નહિ પરંતુ શ્રીશસ્યભવસૂરિજીની પહેલાં સાધુ આચારની વ્યવસ્થા આચારાંગના પ્રથમ અધ્યયનથી જ થતી હતી તે સુજ્ઞજૈનેને સારી પેઠે ધ્યાનમાં છે જ,
ધ્યાનમાં રાખવું કે આ લખાણ વસ્તુ સ્વરૂપને સ્થાપ્યા વિના માત્ર બીજાએ જણાવેલા કથનને ખંડન કરવા રૂપે વિતંડાવાદરૂપે નથી, પરંતુ આવશ્યકાદિ ચારને મૂલસૂત્રની સંજ્ઞા કેમ આપવામાં આવી છે, તેને યથાર્થ સ્વરૂપને સમજાવવા માટે છે.
નીચે જણાવેલાં કારણે વિચારવાથી આવશ્યકાદિ સૂત્રેની આપેલી મૂલસંજ્ઞા કેમ છે તે યથાર્થપણે સમજવામાં આવશે. મૂળસૂત્રની સાચી પરિભાષા
૧ જૈન જનતાને ખ્યાલ હશે કે આચારપત્પાદિને અધ્યયન નને માટે અને તેના ઉદ્દેશાદિ દ્વારા યોગ્ય થવા માટે ત્રણ વર્ષ વિગેરે પર્યાની જરૂર ગણી છે, જ્યારે આવશ્યક વિગેરે મૂલસૂત્ર માટે કઈ પણ પર્યાયની જરૂર ગણી નથી.
કે પપ્પાનિક આદિ ઉકાગોને માટે વ્યવહારાદિ શાસ્ત્ર કારેએ પર્યાયના વર્ષની સંખ્યા જણાવી નથી, પરંતુ અંગના ઉદેશની.