________________
પુસ્તક ૩-જુ મૂળ સૂરની પરિભાષામાં મતાંતરે - કેટલાક મહાનુભાવો ઉત્તરાધ્યયન સૂત્રની વ્યાખ્યાઓ ઘણી હોવાને લીધે તે તરફ ઘેરવાઈ જઈ એવું માનનારા થયા છે કે જે જે સૂત્રની ઘણી વ્યાખ્યાઓ છે, તે સૂત્રને મહત્વ આપવા માટે ભૂલ સૂત્ર તરીકે ગણવામાં આવે છે, પરંતુ તેઓનું એ કથન શ્રીપર્યુષણુક૫ ઉપર અપરિમિત વ્યાખ્યા અને ટિપ્પણ વિગેરે જેનાર મનુષ્ય સત્ય તરીકે ન જ માને.
વળી, દશવૈકાલિક, ઘનિયુક્તિ કે આવશ્યક ઉપર તેટલી બધી વ્યાખ્યામાં લખાયેલી પણ નથી, તે તે દશવૈકાલિક વિગેરેને મૂલસૂત્રમાં દાખલ કરવાં તે આ કલ્પનાની અપેક્ષાએ કલ્પના કરનારા જ અગ્ય માની શકશે.
બીજા કેટલાક વિચારકે મૂલસૂત્રના શબ્દાર્થ માત્રને વિચારી જણાવે છે કે આ ચાર સિવાયનાં બીજાં સર્વ શાસ્ત્રો ભગવાન તીર્થકરના મૂલવચન નથી, પરંતુ આ ચાર શાસ્ત્રોમાં કહેલાં વચને જ ખુદ તીર્થકર ભગવંતનાં વચને હેઈને એ ચારને મૂલસૂત્ર કહેવામાં આવે છે. મૂલસૂત્રને માટે આવી રીતની કરાતી બીજી કલ્પના ન્યાયને અનુસરી શકે તેવી નથી.
કારણ કે ભગવાન જિનેશ્વરમહારાજા અર્થના જ વક્તા છે, અને સૂત્રના કર્તા તે ગણધરમહારાજા વિગેરે છે, મૂલસૂત્ર તરીકે મનાતું દશવૈકાલિકસૂત્ર આચાર્યભગવંતશય્યભવસૂરિની સંકલના છે, અને એઘિનિયુક્તિ યુગપ્રધાન શ્રીભદ્રબાહુ સ્વામિની સંકલના છે, તથા શ્રીઉત્તરાધ્યયનના છત્રીશ અધ્યયને સમગ્ર ઋષિભાષિત હેવા સાથે ભગવાન્ મહાવીર મહારાજે અપૃષ્ઠવ્યાકરણમાં જણાવ્યાં ગણી શકાય, એટલે ભગવાન જિનેશ્વરમહારાજના મૂલવચન જ આ
* જે કેથેડી મુદતથી ઉત્પન્ન થયેલે કુંપકમત કદાગ્રહનો કારણે ચારેય મૂલ સૂત્રને માનનારે નથી. પરંતુ તેવાની અમાન્યતાએ મૂલસૂત્રનું સ્વરૂપ અન્યથા થતું નથી.