________________
- વીણેલા મોતી
-
Re૮
2
[ આ વિભાગમાં ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્વારકશ્રીએ ઉંડા ચિંતન પૂર્વક તે તે પ્રસંગે ઉપયોગી જણાયેલ પદાર્થોની વિવેચના વાળા અર્થગંભીર લખેલ છૂટક લેખો-નિબંધોનું સંકલન કર્યું છે.]
મૂલ સૂત્રો એટલે શું ? ઉપકમ-ભૂમિકા
જૈન જૈનેતર પ્રજામાં સંક્ષિપ્તરૂપે તત્વને પ્રતિપાદન કરનારાં અને અધ્યાહાર તથા અનુવૃત્તિના પાયા ઉપર જ અર્થને જણાવનારાં વાક્યને સ્વરૂપે કે મૂળ રૂપે ગણવામાં આવે છે, અને તેવા સૂત્રની ઉપર વિવેચન કરનારા શાસ્ત્રોને નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ, ટિપ્પણ, અવસૂરિ, પંજિકા, વાર્તિક વિગેરે શબ્દોથી અથવા ભાષ્ય, વાર્તિક, વ્યાખ્યા, કારિકા વિગેરે શબ્દોથી કહેવામાં આવે છે.
આ રીતે લેકેત્તર માર્ગમાં નિર્યુક્તિ આદિની અપેક્ષાએ અને લૌકિક માર્ગમાં ભાષ્યાદિની અપેક્ષાએ વ્યાપેય ગ્રંથ કે સૂત્રને મૂલગ્રંથ કે સૂત્ર કહેવામાં આવે છે.
પરંતુ જેમ જનતામાં માનવા લાયક જે પીસ્તાલીશ આગમો ગણાયાં છે, તેમાં આવશ્યક, દશવૈકાલિક, ઘનિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન એ ચારને જે ભૂલ સૂત્ર તરીકે ગણવામાં આવે છે, તે ઉપર જણાવ્યા પ્રમાણે વ્યાખ્યયના સ્થાને રાખી ગણવામાં આવતાં નથી.