________________
૫૦
આગમત
કિંમત સમજે તેજ ગણાય કે જે પિતે ધર્મ કરવા સાથે બીજાને ધર્મ કરાવનારો થાય. જેમ તમે દુનિયાદારીમાં બેલે છે ને કે રાને સવાય, તો તુજ વિહાર અર્થાત્ ખાવાને સ્વાદ, તે બીજાને ખવડાવ. તું ખાય ને “અહા! શું સ્વાદ” એમ બેલે તે કરતાં બીજા ખાય ને “અહા! શું સ્વાદ” ત્યારે તેની કિંમત થાય, તેવી જ રીતે “અહા મારે ધર્મ” એ સાથે બીજાને ધર્મની પ્રાપ્તિ કરાવ ને તે સમજે કે “હું અપૂર્વ ધર્મ પામ્ય” ત્યારે ધમની કિંમત સમ ગણાય.
તે ધર્મ બીજાને કેમ પ્રાપ્ત કરાવાય? ચાહે ઉપદેશદ્વારાએ, ચાહે સાધનસામગ્રી મેળવી દેવાદ્વારાએ, અગર તે આવતાં વિશ્વ - ટાળી દેવા દ્વારાએ ધર્મ પમાડવાનું જણાવ્યું, ને જણાવ્યું કે ઉપદેશ દ્વારા અને સાધનસામગ્રી મેળવી દેવા દ્વારા તે ધર્મ પ્રાપ્તિ કરાવવી સુસાધ્ય છે, પરંતુ આવતાં વિઘ (ધર્મમાં આડે આવતાં) દર કરવા દ્વારાએ બીજાને ધર્મની પ્રાપ્તિ તે દુઃસાધ્ય છે, ને તે દુસાધ્ય હવાથી શાસ્ત્રકાર મહર્ષિઓએ વેચાવડ્યું સપરિવાર એમ જણાવી વૈયાવચ્ચને ઉંચે નંબર આપ્યા. અર્થાત જ્ઞાન, તપ, વિનય બધા કરતાં પણ વૈયાવચ્ચ અગ્રપદે આવ્યું. વૈયાવચ્ચનું મહત્વ
તેનું કારણ એ છે કે-જ્ઞાન, તપ, વિનય આદિનું અજીરણ હોય છે, પરંતુ વૈયાવચ્ચનું અજીરણ નથી હતું જ્ઞાનનું અજીરણ “મારા જે કોણ?” તપનું અજીરણ “આજે પારણું છે, ખબર નથી?” વિનયનું અજીરણ ઉછુંખલતા. આ અજીરણ આવ્યા એટલે ખલાસ, કામ પતી ગયું, પરંતુ વૈયાવૃત્ય એવી ચીજ છે કે તેનું અજીરણ - નહિ. તે પડવાનું નહિ.
શંકા થાય એમ છે કે વૈયાવચ્ચ ખસી ન જાય? હા ખસી જાય. પણ તેથી તેની શાતા વેદનીય પુણ્ય અને સુખની સાથે શરત થઈ એ એટલું બધું જબરદસ્ત હોય કે તે બીજા કેઈ કારણથી ખસી - જાય નહિ. વળી વૈયાવચ્ચથી નિકાચિત સારાં કર્મો બંધાય છે, તેવી