________________
પુસ્તક ૩-જુ
૪૯
ને અધર્મની ઈચ્છાવાળે આર્ય તે નહિ હોય. ધમની ઈચ્છાવાળી અને અધર્મથી દૂર રહેવાની ઈચ્છાવાળી હોવા છતાં તે આર્ય પ્રજા પરીક્ષા ન કરી શકે તે ધર્મને કરવાને બહાને અધર્મ કરવાવાળી થાય. જેમ આપણે બધા એકલા દૂધના નામે જ દેરાતા નથી. આકડાનું દૂધ તે પણ દૂધ કહેવાય, ખરસાણીનું દૂધ તે પણ દૂધ કહેવાય, થેરીઆનું દૂધ એ પણ દૂધ ગણાય, પરંતુ તે કઈ પીતું નથી, અને તેથી તે દૂધના ગુણે ખ્યાલમાં લઈ તે ગુણે જેનામાં હોય તેવું દૂધ પીએ છીએ, ને ઈતર દૂધને નથી પીતા. તમે કઈને કઈ-પાંચ શેર દૂધ લાવે. અહીં તમે નથી બોલ્યા કે–અલ્યા ! આકડા, શેરીઆનું ન લાવશે. શુદ્ધ પદાર્થનું વિશેષણ કેમ ન જોડયું? ગાયનું લાવજે કે ભેંસનું લાવજે એમ પણ નથી કહ્યું. કહે ત્યારે સામાન્ય શબ્દ પણ પ્રકરણને અંગે વિશેષના અર્થમાં જઈ પડે છે. પુષ્ટિને માટે પીવાનું એ પ્રકરણ હોય ત્યાં આંકડા, શેરીઆ વિગેરેના દૂધને વ્યવછેદ કરી નાખે, તેવી જ રીતે ધર્મને અંગે માત્ર “ધર્મ” નામ સાંભળી દેરાઈ જઈએ, તે પિષક છે કે નાશક છે કે નાશક છે એ ખ્યાલમાં ન લઈએ, ને સામાન્ય ધર્મ લઈ લઈએ. તે પાછળથી પસ્તાવું પડે છે. આટલા કારણથી ધર્મને જાણ જોઈએ.
सूक्ष्मबुद्धया सदा शेयो धर्मों धमाथिभिर्नरैः ।
अन्यथा धर्मबुद्धयैव तद्विघातः प्रसज्यते ॥ અર્થાત્ બારીક બુદ્ધિને ઉપયોગ કરે. તે દ્વારાએ ધર્મના અર્થીઓએ ધર્મ જાણવું જોઈએ, નહિતર બુદ્ધિ ધર્મની જ હોય, પિતે ધારે કે હું ધર્મ કરૂં છું, છતાં તેને નાશ થાય.
ધર્મની બુદ્ધિ હોય છતાં નાશ કેમ થાય? એ વાત નીચેના દૃષ્ટાંતથી સમજાશે.
गृहीत्वा ग्लानभैषज्यप्रदानाभिग्रहं यथा । . तदप्राप्तौ तदन्तेऽस्य शोकं समुपगच्छतः ॥ કેઈ એક મહાત્મા ફરતા ફરતા કોઈ ગામમાં ગયા. ત્યાં મનુષ્ય ઉપદેશ સાંભળવા આવ્યા. મહાત્માએ ઉપદેશ શરૂ કર્યો કે ધર્મની