________________
આગમત
- ધર્મ નું મૂળ સ્વરૂપ
[નોંધ:-શ્રી પાલીતાણા મુકામે “શ્રીસિદ્ધક્ષેત્ર જૈન મટી ટેળી” ના પ્રબલ આગ્રહથી નિગ્ન જાહેર વ્યાખ્યાન પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્યદેવ શ્રીમત્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે શેઠ મોતી કડીઆની ધર્મશાળામાં આષાઢ વદિ ૧૪ને સોમવારે આપ્યું હતું, જે મનનીય હાઈ પ્રગટ કરાય છે.]
दुःखं पापात्सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थितिः ।
न कर्तव्यमतः पापं कर्तव्यो धर्मसंचयः ॥१॥ ધર્મના સ્વરૂપની મહત્તા '
મહાનુભા! આજને વિષય “ધર્મનું મૂળસ્વરૂપ” રાખવામાં આવે છે. ધર્મના મૂળ સ્વરૂપને વિચારવા પહેલાં ધર્મ શી ચીજ છે? ધર્મની જરૂર શી? ધર્મ શું કાર્ય કરે છે? તે વિગેરે જ્યાં સુધી ન વિચારીએ ત્યાં સુધી ધર્મના કારણ અને ધર્મના સ્વરૂપને વિચારવાનું ઓછું જ રહે. અર્થાત્ ધર્મના ફળ વિગેરે ધ્યાનમાં આવે ત્યારે ધર્મને ઈષ્ટ તરીકે ગણીએ, ને જ્યાં સુધી ધર્મના ફળાદિ ધ્યાનમાં ન આવે ત્યાં સુધી ધર્મની પરીક્ષા કરવા તૈયાર ન થઈ શકીએ. ધર્મનાં કાર્યો, ફળો ધ્યાનમાં ન આવે, તેની સુંદરતા, તેની જરૂરીઆત વિચારવામાં ન આવે ત્યાં સુધી તે ધર્મની પરીક્ષા જરૂરી જેવી ન લાગે, અને જ્યારે ધર્મની પરીક્ષા જરૂરી જેવી ન લાગે ત્યાં સુધી ધમનું કયું સ્વરૂપ તે જાણુવા પ્રયત્નને ઉત્સાહ ન થાય, ને આ ઉત્સાહ ન થાય ત્યાં સુધી “ધર્મનું સાચું સ્વરૂપ જાણવાની મહેનત લઈએ જ શાના? અર્થાત્ ઈતરને છેડીને મૂળને વળગવાનું
ખ્યાલમાં ન આવે. ધર્મની પરીક્ષા
આટલા માટે પરમર્ષિએ ધર્મના કાર્યને તપાસવાનું જણાવે છે. ધર્મ કરે છે શું? એટલું તે નિશ્ચિત છે કે ધર્મની ઈચ્છા વગરને,