________________
પુસ્તક ૩-જુ આંધળો થયેલાને હોય, તેથી ધાર્યું કે આને અહિં રહેવા દે, બધા જમવા ગયા, ખાઈપીને આવ્યા, જન્મથી આંધળાને કુતુહલ થયું? શું ખાધું? અરે “આજ ખીરપુરી ખીલાઈ” ખીર કેવી ચીજ છે? તે દેખતાએ કહ્યું કે “ગોકા દુધ, બગલા જેસા સફેદ.” ગાયની તે અનુમાનથી ખબર પડે પણ “વહ બગલા કયા” આકાર બતાવ્યો, અરે (ચીઢાઈને કહ્યું) એસા તુમને ખાયા મેરા તે ગલા ભી ફટ જાવે, વાત મત કરે, પેલાએ કહ્યું “ભાઈ એ તો રંગ! અરે”
આવી રીતે પ્રભુ મહાવીરના જીવનમાંથી તારનારી વસ્તુને અદલે, કર્મોદયની ચીજ લેવા જઈએ તે તેવી સ્થિતિ થાય કલ્યાણકની ઉજવણુને આદર્શ
કલ્યાણક શાથી ઉજવીએ છીએ? સંસારીપણાને અંગે નહિ, તેનું અનુકરણ કરવા નહિ, પરંતુ આપણા આત્માના ઉદ્ધાર માટે એમણે તારક તરીકે જે ઉપદેશ આપેલા તે ઉપદેશના વચને ધ્યાનમાં રાખવા, તારક તરીકેનાં વર્તને કરેલાં તેનું અનુકરણ કરવાનું,
જેમને રાઇપ્રતિક્રમણની ટેવ હશે તેને ધ્યાનમાં હશે તેમને તપચિંતામણીના કાઉસગ્નમાં શું? “પ્રભુ મહાવીરે છ મહિના તપસ્યા કરી હે ચેતન ! તું કર !” પરણવું આદિ ન લીધાં, કેમ? તારકદષ્ટિથી માનીએ છીએ તેથી તે તરીકેનું અનુકરણ કરવું તે જ ભક્તિ . “જ્ઞાતનન્દન” એ નામ સ્વાભાવિક છે
આટલા માટે ભગવાન હેમચંદ્રસૂરિમહારાજે વંદે શ્રી જ્ઞાતિજનમ્ તે મહાવીર પ્રભુને નમસ્કાર કરું છું—“જ્ઞાતનંદન” શબ્દ શાથી વાપર્યો કારણ કે, માતાપિતાએ કરેલ નામ “વર્ધમાન છે, ખુદ મહાવીર નામ પણ માતાપિતાનું નથી, પણ અવિરતિ દેવતા ઓએ સ્થાપેલું છે, એ આચારાંગ આદિના પાઠોથી સિદ્ધ છે, તે આ નામની જરૂર શી?
વિચારે! સેનાની કિંમત વધારે કે તેના બનાવેલ ઘાટની? વર્ધમાન એ ગર્ભમાં આવ્યા પછી ઋદ્ધિ સમૃદ્ધિના વધારાને લીધે