________________
પુસ્તક ૩-જુ કુટુંબ સોનું મેળવી શકશે. અત્યારે સોનાના વરસાદરૂપી નથી જિને શ્વરે, નથી કેવળીઓ, નથી ગણધરે, નથી મન:પર્યવજ્ઞાનીઓ, નથી અવધિજ્ઞાનીઓ, એવી સ્થિતિમાં જેઓએ જિનેશ્વર ભગવાનનું મળતું જ્ઞાન કે જે ત્રાર્બયાના વરસાદ જેવું છે, તેમાં આત્મા સંસ્કારિત થયે હશે ત્યારે હીરામતી ઝીલવા તૈયાર થશે, પણ જેઓ અત્યારે નહિ ઝીલે, તે ભવાંતરમાં તીર્થકરને સંયોગ છતાં પ્રાપ્તિને સંભવ નથી. પ્રભુ શાસનની મહત્તા
હે ભગવન્! સુષમાકાળ કરતાં દુષમકાળમાં શાસન મળ્યું તે ખરેખર ફળવાળું છે, (જે કે અપમાન માટે, અવજ્ઞા માટે નહિ પણ) સુષમકાળમાં આપ, આપ જેવા કેવલી, ગણધરે વિગેરે લાઈફબેટ દરિયામાં હતી, તેથી કાંઈ ડુબવાને ભય ન હેતે, તે વખતે તીર્થકરને પ્રતિબંધ લાગે તે કલ્યાણની વાત, નહિ તે કેવલી આદિને લાગી જાય. જે તળાવમાં જગે જગો પર સાંકળે નાંખી છે ત્યાં ડુબવાને ભય નથી. ત્યાં તરી જવું એમાં અધિકતા નથી.
આથી તીર્થકરેની જરૂરીયાત ઓછી નથી, સાંકળે તો એમણે જ નાખી હતી, તેમનાથી જ કેવળી આદિ ઉત્પન્ન થાય છે, તત્વજ્ઞ સાંકળ નાખનારને જ દેખે, બચનાર સાંકળને જ દેખે, તેવી રીતે અધિકતા ન હતી, પણ જે તળાવમાં એક જ સાંકળ હોય, ને તલાવ ઘેર જાનવરેથી ભરેલું હોય, તે હાથમાં આવવી ને બચવું કેટલું મુશ્કેલ છે,
તેવી રીતે વિષમકાળમાં કેઈ તીર્થકર, કેવલી, આદિ નથી, અને તમારા શાસ્ત્રની સાંકળ મળી ગઈ કઈ વખતે? ચારે બાજુ જનાવરે ઘુઘવાટા કરી રહ્યા છે. દુષમકાળમાં મિથ્યાત્વને પાર નથી, તીર્થકરના વારામાં ગોશાલક, જમાલિ, ગણ્યાગાંઠ્યા હતા, પણ અહિં
વરસના મહિના બાર ને પાંખડી તેર” તેવા વખતમાં સાચું શાસન મળવું મુશ્કેલ કેટલું? આપ જેવા હોય તે નિર્ણય કરી લેત, પણ અહિં એવું નથી.