SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ મહાવીર પ્રભુને વધારે આરાધવાનું કારણ? - જે કે મેરૂત્રદશી વિગેરે આરાધો છે, છતાં આ વીર જિનેશ્વરનું કલ્યાણક વધારે કેમ ઉજવે છે તેને અંગે શંકાકાર કહે છે કે તમે ગુણના પૂજારી નથી, તમારી મહેરના રૂા. ૩૫)ની કિંમત ગણે, ને બીજાની મહોરની રૂા. ર) ની કિંમત ગણે, તે તમે કિંમત કરવાવાળા ન કહેવાએ, પણ તમારી મહેરની કિંમત કરનાર કહેવાઓ. ગમે તેની મહેર હોય, પણ સરખી કિંમત કરવી પડે ત્યારે ચીજની કિંમત કરનારા કહેવાએ, તેમ કલ્યાણની કલ્યાણક તરીકે કિમત કરતા હે તે ઋષભાદિક તીર્થકરોના કલ્યાણકેની કરે, પણ એકલા વીરની એટલે પ્રભુ મહાવીરની વધારે, ને બીજાની ન વધારે, તે કહેવું પડશે કે કંઈક ગર્ભિત હેતુ હોવું જોઈએ. સમાધાન -જેવી રીતે મારી, મારા કુટુંબની, મારા મિત્રની કે મારા શત્રુની મહારની કિંમત ક્યાં કરું કે જ્યાં દેખાય. મારી હેય છતાં પેટીમાં હોય કે શત્રુ-મિત્રની હોય છતાં થેલીમાં હોય તેની કિંમત ન કરું એટલા માત્રથી કિંમત કરવાવાળે નથી એમ કહી શકાય નહિ. જે કે વીસે જિનેશ્વરોના કલ્યાણકે આરાધવા લાયક ગણું છું, છતાં અત્યારે મને સંસારરૂપી સમુદ્રથી પાર પમાડનાર, વિષય, કષાય, આદિ પાપથી બચાવનાર, મેક્ષમાર્ગ તરફ દેરનાર શાસનપતિ જે કઈ હોય તે પ્રભુ મહાવીર જ છે, માટે હું વિશેષે ઉજવું છું, એટલે બીજાની ઉપેક્ષા કરવા માગતા નથી. સર્વ તીર્થકરોના કલ્યાણકેના દિવસ આરાધ્ય ગણું છું, છતાં શાસનના માલિક કે જેનાથી મારું શ્રેય થઇ રહ્યું છે, જે શ્રેયને લીધે દુઃષમાકાળ છતાં દુષમકાળને ધન્યવાદ આપું છું. શાસનની પ્રાપ્તિથી દુષમ કાળની પણ સફલતા સૂતા હોઈએ, સાપ આવે, ને ઓરમાન માતાએ સોટી મારી આપણને ઉઠાડ્યા તે તે વૈરી કે ઉપકારી ? જે કે સગી માતા તે ભાઈ! કહી સાચવી ઉઠાડે, પણ આ સોટી મારે, વાત ખરી પણ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy