________________
આગમજ્યોત
એમ ભગવાન ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા એવા આચાર્ય હરિભદ્રસૂરીશ્વર મહારાજાએ યાત્રા પંચાશકમાં જણાવ્યું છે.
આ ઉપરથી આપણે એટલું જ સમજવાનું છે કે ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક તપસ્યા, પૂજા, સાધર્મિક ભક્તિ આદિથી જ આરાધવું જોઈએ. બધા તીર્થકરોની સરખી આરાધના કેમ નહીં?
તે દિવસની આરાધનાથી બાકીની આરાધના શાસ્ત્રાનુસારી ગણાય. આવી આરાધના જોઈએ એ વાત નક્કી થઈ. હવે સહેજે શંકા થાય કે પ્રભુ મહાવીરના જન્મકલ્યાણકની આરાધના વિશેષ કેમ? કષભદેવજી ભગવાન અજિતનાથજી આદિ સર્વ તીર્થકરો મેક્ષે ગયા, તીર્થો પ્રવર્તાવ્યાં, જગતને તારવાના પ્રયત્નો અને સંકલ્પ કર્યા. બધા તીર્થકર સરખી રીતે છે. ૩૦ દિવસ મહિનામાં બધા દિવસે પહે ફાટે, અરૂણોદય થાય, સૂર્યોદય થાય કે દિવસ ગણાય, સિવાય નહિ, તેવી રીતે એક પણ તીર્થંકર મહારાજ જગતને તારવાની, બુદ્ધિ કે સંકલ્પ સિવાય બની શક્યા નથી. તીર્થંકરનામકર્મની મહત્તા
આપણે ત્રીજા ભવે તીર્થકર કર્મ નિકાચિત થયાનું કહીએ છીએ, તીર્થકરનામકર્મ કાડાઝાડ સાગરોપમ પહેલાં બાંધેલું હોય છે, પરંતુ વાવેલું બીજ વરસાદ વગરની જમીનમાં બળી પણ જાય છે તેમ આ કર્મ કદાચ તૂટી પણ જાય છે, પરંતુ નિકાચિત તીર્થ કરનામકર્મ કે જે ત્રીજે ભવે એટલે તીર્થકર તે પહેલાં દેવ-નારકીને તે પહેલાં મનુષ્યભવમાં કરાય છે તે તીર્થકર થયા સિવાય રહેજ નહિ, તેને હાથે તારવા વિરૂદ્ધ કે ડુબાડવાનું બને જ નહિ. ત્યારે શાસ્ત્રકારો કહે છે કે નિકાચિત કર્યું કહેવાય.
દરેક તીર્થકરોએ તીર્થંકરનામાગેત્ર બાંધેલું, ત્રીજા ભવે નિકાચિત કરેલું, તીર્થ સ્થાપ્યું, તેને રાહ સ્થાપ્યો, તે પછી તમે ગુણના પૂજારી કે વ્યક્તિના ? ગુણના પૂજારી તે બધા તીર્થકરોનાં કલ્યાણકે સરખી રીતે આરાધે.