________________
પુસ્તક ૩-જુ
જે દિવસ નારકીને પણ સુખ કરનાર તરીકે વખણાયેલ છે, જે દિવસ ચૌદ રાજલેકને શાતા કરનાર તરીકે છે, જે દિવસ સામાન્ય કેવલી, ગણધર, શ્રુતકેવલી, આદિ અંગે ન હોય, પણ ફક્ત તીર્થકરેનેજ અંગે હય, તે કલ્યાણકદિન શબ્દ છેડી જયંતી કે જે દાદા, બાપની પણ ઉજવાય છે, હિંદુ યા મુસલમાને પણ ઉજવે છે, તે સર્વ સાધારણ શબ્દને અહિં મૂક ને પેલે કલ્યાણકશબ્દ ભૂલી જ કે ખસેડી નાખે એ ઉચિત લાગતું નથી.
જે કે ઇરાદાપૂર્વક તમે તીર્થંકરના અપમાન તરીકે કરતા હોય એમ તે હું ન કહી શકું પણ એટલું તે સ્પષ્ટ કર્યું કે-અજ્ઞાન કે અણસમજથી પણ વપરાયેલ ભળતે શબ્દ નુકશાનકારક છે, માટે આ ધ્યાનમાં રાખજે કે આવા દિવસને કલ્યાણક શબ્દ બેલવામાં ચૂકશે નહિ. કલ્યાણકને મહિમા
જે કલ્યાણકને દિવસ એટલો બધો પવિત્ર છે કે જેને અંગે ઈન્દ્રોના સિંહાસને પણ ફેલાયમાન થાય છે, અને જેને અંગે ભગવાન હરિભદ્રસૂરિવર્ય મહારાજ પણ પિતાના રચેલ પંચાશક નામના ગ્રંથમાં જણાવે છે કે, “જે મનુષ્ય આવા કલ્યાણક ના દિવસમાં તપસ્યા, પૂજા, સાધમિકભક્તિ આદિ કરતે નથી ને બીજા દિવસમાં એટલે કલ્યાણક સિવાયના દિવસામાં કરે છે તે કલકલિપત અર્થાત્ સ્વમતિકલ્પિત સમજવા,
કારણ એ છે કે જેને તીર્થકરના કલ્યાણકને અંગે માન નથી તે મનુષ્ય બીજી તિથિઓ કયા હિસાબે આરાધે છે. વિવાહની વખતે ચાંલ્લે ન કર્યો ને ઘેર બાયડી (સ્ત્રી) આવી ગયા પછી ચાલે કરવા આવે તે કઈ લે ખરે? ના. કેમ? ટાણું ક્યાં છે. અર્થાત આવતા ચાંલ્લાના રૂપિયાને પણ ટાણું નથી એમ કહી આડે હાથ કરે છે, તેવી રીતે કલ્યાણકમાં તપસ્યા આદિ ન કરે ને બીજા દિવસે કરે તે કેવળ કપોલકલ્પિત છે