________________
આગમત
ઉપર જણાવેલે ઉચ્ચ ઉદ્દેશ રાખશે તે જ તમારે અને તમારી પાછળ મહેનત કરતા કાર્યવાહકને પ્રયાસ સફલ છે. કીંમતી છે, નહિતર તે નકામે પ્રયાસ છે, જેની એક કડીની પણ કિંમત નથી. તે ઉદ્દેશ સફળ કરે એ તમારા હાથની બાજી છે. તે લક્ષ્ય કદી ચૂકવું નહિ.
આ પ્રમાણે જ્ઞાનદાન દેનારાઓ અને લેનારાએ બંને તરે છે, તેવી રીતે જેઓ જ્ઞાનને આરાધશે તેઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે.
શ્રી મહાવીર જન્મ કલ્યાણકની
પવિત્રતા
[ વિ. સં. ૧૯૯૧ ચે. સુ. ૧૩ દિવસે રાજકોટ મુકામે બહુશ્રત ગીતાર્થ શિરોમણિ આગમજીવંતમૂર્તિ ધ્યાનસ્થ સ્વપૂ. આ. શ્રી આનંદસાગરસૂરિ ભગવંતે માર્મિક શિલીમાં ગંભીર ભાથી ભરપૂર મનનીય મંગલ પ્રવચન શાસનનાયક પરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના જન્મ દિવસની વિશિષ્ટતાને અનુલક્ષી આવ્યું હતું, તે અહીં અક્ષરશઃ (ગ્ય ફેરફાર સાથે) આપવામાં આવે છે. ]
कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् ।
विश्वाम्मोजरविं देवं वन्दे श्रीशातनन्दनम् ॥१॥ મહાનુભાવે !
આજને વિષય આસને પકારી પ્રભુ શ્રી મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ હઈ તે સંબંધીને છે. જયંતી” શબ્દ પ્રયોગ વ્યાજબી નથી.
ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કેટલાક આવા પ્રસંગોને “જયંતી” શબ્દથી સંબોધે છે તેને મારે જણાવવું પડે છે કે તેઓની મહેરને પૈસે દેખાડે અગર કહે એવી અક્કલની ખુબી દેખાય છે,