________________
૩૪
આગમત
વતાં જઈએ છીએ તે તેને જ્ઞાનદાન કહેવું પડશે. તેને જ્ઞાનદાન ગણાય જ નહિ, તે સ્પષ્ટ કરવાને માટે ધર્મ–અનભિજ્ઞ શબ્દ વાપર્યો છે. સારાંશ કે ધર્મ જાણવાની ઈચ્છાવાળાને જ્ઞાનદાન છે. -
એટલે કે જે જ્ઞાનદાનનું પરિણામ ધર્મનું જાણપણું હેય તે જ જ્ઞાનદાન છે. જે જ્ઞાનદાનથી ધર્મનું જાણપણું ન વધે તે તે જ્ઞાનદાન નથી અને તેટલા જ માટે શાસ્ત્રકાર મહારાજે તવાનો શબ્દ ન વાપરતાં ઘનમિત્તે શબ્દ વાપર્યો છે. જ્ઞાનદાનને પરમાર્થ
આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આજીવિકા, શારીરિક વિકાસ, આર્થિક જરૂરીઆત કે બીજા કેઈપણ ઉદ્દેશથી જ્ઞાન લેવાતું હોય કે દેવાતું હોય તે તે જ્ઞાન નથી અને તે જ્ઞાનદાન પણ નથી, પરંતુ ધર્મનું જાણપણું એ જ ઉદ્દેશ હેય, ધર્મનું જાણપણું પણ યથાશક્તિ આચરણરૂપ હોય, ત્યારે જ ખરૂં જાણપણું, જે શાસનને સંમત છે તે જ જ્ઞાનદાન ગણાય છે. દરેક જ્ઞાનના સાધને પૂરાં પાડવાને આપણે જ્ઞાનદાન કહી શકીશું નહિ જ્ઞાનદાનના સાધનનું મહત્ત્વ ક્યારે ?
વળી વાવનારાનાવિના એ પદેમાં પણ આદિ શબ્દથી અનેક સાધનને સંગ્રહ કરવા છતાં બહુવચન ન વાપરતાં, એકવચન કેમ વાપરવામાં આવ્યું? એ વિચારીશું તે આપણને તેમાંથી પણ જાણ વાનું મળશે કે-જ્ઞાનને ગમે તેટલાં સાધને અને ઉપાયે હોય, પરંતુ તે દરેકનું ધ્યેય માત્ર એક જ છે અને તે ધર્મ જ, ધર્મધ્યેય વિનાનું ક્ષાન તે જ્ઞાન નથી અને તેના સાધને તે જ્ઞાનના સાધનો નથી, તથા તેઓનું દાન તે જ્ઞાન (સાધન) દાન નથી એ સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે. આ સંસ્થાની મહત્તા શી રીતે?
પરમપૂજ્ય કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરી