________________
(૩૨
આગમત
જ્ઞાનદાનની સાર્થકતા (ઉત્તરપક્ષ)
પરંતુ વિચાર કરતાં જણાશે કે પ્રત્યેક આત્માને જ્ઞાનગુણ અરૂપી છતાં કર્મોથી અવરાએલો છે, તેથી જ્ઞાનગુણ સંપૂર્ણ પ્રગટ નથી થતા. તે જ્ઞાનગુણ બાહ્ય ઉત્તમ આલંબનેથી પ્રગટ થઈ શકે છે, એટલે જ્ઞાનગુણને પ્રગટ કરે તેવા સાધને આપવાથી જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્તભૂત થવાય છે. જ્ઞાનદાનના વિવિધ પ્રકારે
એ રીતે જ્ઞાન પ્રગટ કરવાના સાધનનું દાન પણ છેવટ જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્તરૂપ હોવાથી તે સાધનના દાનને પણ જ્ઞાનદાન કહીશું, એટલે કે અરૂપી જ્ઞાનનું દાન દેવું કે લેવું બનતું નથી, તે પણ તેના સાધનોની લેવડ-દેવડ થઈ શકે છે, માટે જ્ઞાનને ઉત્પન્ન કરનારા સાધને આપવાને જ્ઞાનદાન કહેવામાં હરકત નથી.
જે જ અભ્યાસી હેય, અને વાંચવા લખવાનું જાણતા હોય તેઓને વાચા આપવાથી પણ જ્ઞાનદાન આપી શકાય છે. તથા ભણેલા ન હોય, પરંતુ જિજ્ઞાસુ અને ખપી હોય તેઓને દેશના– ધર્મોપદેશ આપવા દ્વારા પણ જ્ઞાનદાન આપી શકાય છે. ગૃહસ્થાના જ્ઞાનદાનને પ્રકાર
પરંતુ આ દાન મુનિઓ દઈ શકે, ગૃહસ્થ શી રીતે જ્ઞાનદાન આપી શકે ? તેને માટે પણ માર્ગ તે હવે જ જોઈએ તે માર્ગ તરીકે-જ્ઞાનવાઇનયાનમ્ એટલે કે જ્ઞાન પ્રગટ થવાનાં સાધને જેવાં કે પુસ્તકે, મકાન, ભણાવનારની ગેઠવણ અને બીજા જ્ઞાન ભણનવામાં ઉપયોગી થાય તેવાં અનેક ઉપકરણે પૂરાં પાડવાં તે પણ જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન કેને દેવું?
જ્ઞાનદાનના પાત્ર કેણ? તેના જવાબમાં એમ કહેવામાં આવે કે-સર્વ જીવે તે બરાબર નથી, કેમકે પુષ્કરાવ મેઘ સમુદ્રમાં પડે