________________
જ્ઞા ન દા ન ની
અને પ મ તા
[ વિ. સં. ૧૦નું ચાતુર્માસ પૂ. આગમ દ્વારા ધ્યાનસ્થ સ્વઆચાર્યદેવશ્રીનું મહેસાણામાં હતું, તે વખતે આખા ભારતવર્ષમાં અદ્વિતીય અસાધારણ ઉત્તમેત્તર તત્વજ્ઞાનનું શિક્ષણ અને ધર્મના પવિત્ર સંસ્કારને આપનારી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા ના વાર્ષિક (ઇનામી) મેળાવડા પ્રસંગે વિ. સં. ૧૯૧ કા. વ. ૨ ના દિવસે આગમસમ્રાટ આગમતલસ્પર્શી વ્યાખ્યાતા પૂજ્યપાદ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતે મંગલ પ્રવચન આપેલા તેને લગભગ અક્ષરશઃ ઉતારે તત્વદષ્ટિને કેળવવાના શુભ ઇરાદાથી સ્વ–પરહિતાર્થે આપવામાં આવે છે. ]
दानं धर्मानभिज्ञेभ्यो वाचनादेशनादिना ।
शानसाधनदानं च शानदानमितीरितम् ॥१॥ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે દાનના અધિકારમાં જ્ઞાનદાનના અધિકારમાં જ્ઞાનદાનની વ્યાખ્યા ઉપરના લેકથી જણાવી છે. જ્ઞાનદાનની જેનશૈલી પ્રમાણેની આ વ્યાખ્યા બરાબર મનન કરવા જેવી છે, તેથી તેનું રહસ્ય આપણે જાણવું જરૂરી છે. જ્ઞાનદાન શી રીતે ? (પૂર્વપક્ષ)
પ્રશ્ન એ છે કે જ્ઞાન એ દરેક આત્માને ગુણ છે. આત્મા અરૂપી છે. દરેક આત્માને અલગ અલગ પિતાને જ ગુણ છે, તેથી તેમાં આપવાનું અને લેવાનું શું? અરૂપી અપાય કેમ? અને લેવાય કેમ ? જે તે લેવાદેવાની વસ્તુ નથી તે પછી તેનું દાન સંભવે જ કેમ? અને જે દાન જન સંભવે તે પછી જ્ઞાનદાનની વ્યાખ્યા જ શી રીતે સંભવે ? અને જ્યારે વ્યાખ્યા જ સંભવતી નથી, તે પછી ઉપર લેક કેવળ નકામા પ્રયાસરૂપ જ ઠરશે.