________________
આગમજ્યોત
તેટલા જ માટે દૂપસહસૂરીશ્વરજી છેલ્લા પાંચમા આરાને છેડે થશે ત્યાં સુધી શ્રુતજ્ઞાન રહેશે ને પછી વિચ્છેદ થશે. તેથી શાસન પણ ત્યાં સુધી રહેશે ને તેઓ છેવટે ચાર જણાને સંઘ સ્થપાશે. દુસહસૂરિ(સાધુ) ફગુશ્રી (સાધ્વી) નાગિલ (શ્રાવક)ને નાગિલા (શ્રાવિકા) એ પ્રમાણે તેથી શ્રુતજ્ઞાનથી જ શાસન પ્રવૃત્તિ અથવા ટકવાપણું જાણવું. માટે લેવાદેવા રૂપ મહત્તામાં શ્રત જ શ્રેષ્ઠ માન્યું છે. તેને માટે જિનભદ્ર ક્ષમાશ્રમણ વિશેષાવશ્યકમાં કહે છેसुयणाणं महिड्ढिों , केवलं तणयंतरं अप्पणो य परेसिं च जम्हा तप्परिभावगं ॥ १ ॥ શ્રુતજ્ઞાન મહદ્ધિક છે, ને કેવળજ્ઞાન તે પછી જાણવું કારણ જે કૃત છે તે આત્માને તથા પરને પણ વિચારવાવાળું છે, તેથી શ્રુતજ્ઞાન દેખતું છે બીજા જ્ઞાન આંધળા. તે દરે ત્યારે જ જવાય, આગળ જે દેર વાની જરૂર પડે જ તે અપેક્ષાએ તે આંધળા જાણવા.
આથી શ્રુતજ્ઞાનની તેના સાધન પુસ્તક આદિની આશાતના બહુ જ નુકશાનકારક છે ને તેની ભક્તિ તે આત્માને એકાંત અનંત લાભને કરનારી છે. તેથી શ્રુતજ્ઞાન કેમ કેમ વધે? અગાઉ કેટલું હતું? હમણાં કેટલું વધ્યું? વિગેરેને ધ્યાન રાખશે તે આ ભવ પરભવ મંગલિક માલા વિસ્તારને પામી મેક્ષ સુખમાં વિરાજમાન થશે. ઈત્યાં વિસ્તરણ
घनकर्मगिरिप्रभिदे शमः वज्रं । ભાવાર્થ-ગાઢ બંધાયેલ કર્મો રૂપ પર્વતને તેડવા માટે શમ (વિષય-કષાયની વાસનાને નિગ્રહ) વજનું કામ કરે છે.
धो भावो दाववत् पापदाही । ભાવાર્થ-દાવાનળની જેમ ધર્મના પરિણામ પાપરૂપ લાકડાને બાળી નાંખે છે.
પૂ. આગમ શ્રીના સુવાક્ય સંગ્રહમાંશી