________________
પુસ્તક ૩-જુ
વળી જ્યાં ચતુર્વિધ સંઘને નમસ્કાર કર્યો છે તે પણ પ્રવચન દ્વારા એ જ કર્યો છે તેથી પ્રવચન મંદિર તીર્થ આદિને નકામા કહેનારને સંઘ કહેવાય જ નહિ.
ક્ષાયિકવાળો ક્ષાપશમિક શ્રતને નમે તે તે રાજા ભિક્ષા ભમે તેના જેવી વાત થઈ કેવળી રાજા સમાન ને તે ક્ષાયિક સમકિતી છે ને શ્રુત-ક્ષાયે પશમીક છે તે શ્રુતને કારણ શબ્દથી નમસ્કાર કરે એમ કીધું તે તે ઉપરના જે ઘાટ થયે.
વાત સાચી પણ ગમે તે રાજા પણ હવાપાણીને માટે તે ભીખારી જ હોય ને ? તેમ કેવળી પિતાના આત્માને અંગે ઉત્તમ તેમને કેવળ થવામાં પ્રવચન કારણ રૂપ છે માટે તે તેનાથી પણ ઉત્તમ છે.
પ્રશ્ન-તીર્થકર ભગવંત ગણધરને નમે કે નહિં?
ઉત્તર-ના, તે વ્યવહાર કહેવાય નહિં. અર્થાત્ તે વ્યવહાર છે જ નહિં.
બીજા કેવલી તથા ગણધર પણ ઘણો તિથલ શબ્દ કહે તેથી તે બધાને આરાધના કરવા લાયક શ્રુતજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાની મહત્તામાં અદૂભુત દૃષ્ટાંત
વળી–બીજા પહેરની દેશનાનો અધિકાર પણ હજારે કેવળી વિદ્યમાન છતાં ગણધરને જ બીજા પહેરની દેશનાને અધિકાર તે પણ શ્રુતજ્ઞાનની જ મહત્તા સૂચક જાણવું.
ગૌતમસ્વામીજી ભગવંત મહાવીર સ્વામી ભગવંત નિર્વાણ પામ્યા પછી કેવળજ્ઞાન તુરત જ પામ્યા તે પાટ ઉપર બેસવાને વ્યવહાર સુધર્માસ્વામીને અપાયે તે પણ તજ્ઞાનને જ વિશેષ વખાણું અર્થાત્ શ્રુતજ્ઞાનની ભક્તિ અર્થે જ સમજી આથી શ્રુતજ્ઞાન તે શાસનને હીરો છે, જે કે બીજા જ્ઞાને નકામા નથી પરંતુ દરેક વ્યવહારને માટે શ્રુતજ્ઞાન કલ્પવૃક્ષ વળી શાસનનું પ્રવર્તવું તે પણ શ્રતજ્ઞાનની જ મુખ્યતા ઉપર આધાર રાખે છે.