________________
૧૯
પુસ્તક ૩-જુ
મિત્રો ચા વિશેજાદૂસંભવ કે વ્યભિચાર અર્થે લાગુ પડતું હોય ત્યાં હંમેશાં વિશેષણ જોડાય પણ તે અર્થ જ્યાં ન હોય ત્યાં વિશેષણ જોડાતું નથી. તેથી મન:પર્યવ કે કેવળ જ્ઞાનમાં તે અર્થે લાગુ પડતા નથી. વાસ્તે વિશેષણ જેડયું નથી. માટે તેવી શંકા કરનાર અજ્ઞાની જ સમજવા, પતિવ્રતા સ્ત્રી પરપુરુષને અંગે આ પુરૂષ તે છે ને એ વિચાર પણ ન કરે તેમ.
આ પાછળના બને જ્ઞાને તે સમ્યકત્વી સિવાય બીજાને હોય જ નહિ (વરે જ નહિં). હજુ પેલા ત્રણ જ્ઞાને તે મિશ્ર સમકિતી આશ્રયી મિશ્રભાવપણું પણ પામે પણ છેલ્લા આ બે જ્ઞાનમાં તેમ પણ નથી. કારણ કે-પુરૂષ અથવા સ્ત્રી બન્નેને કેણ ઇચ્છે? નપુંસકમાટે તે મિશ્રભાવપણું પણ મન:પર્યવ કે કેવળજ્ઞાન પામે નહિં, તત્વાર્થસૂત્રમાં પણ તે માટે કીધું છે કે અતિશુતાધિથોવિપર્યય (તસ્વાર્થ અ. ૧ ૩૨) આ ત્રણ જ્ઞાન વિપરીત ભાવપણાને પામે છે પણ છેલ્લા બે જ્ઞાને પામતા નથી.
આવી રીતે પાંચ જ્ઞાન બતાવ્યા છે, તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય પણ પાંચ ભેદે જાણવું. મતિજ્ઞાનના ભેદે
પ્રશ્ન-મતિજ્ઞાનના ભેદ કેટલા?
ઉત્તર-તેના ભેદ ઘણા પ્રકારે વર્ણવ્યા છે, તેમાં મુખ્ય ભેદ તે વસ્તુની અપેક્ષાએ સમજવાને પેટા ભેદે સર્વની અપેક્ષાએ જાણવા અવગ્રહ-ઈહા–અપાય ને ધારણ ચાર મુખ્ય ભેદ છે ને તેના પેટા ભેદ-૨૮+૪ બુદ્ધિ મેળવતતાં-૩૨ તે ૨૮ ના બહુ આદિક ગણતાં ૩૩૬ને તેમાં ૪ બુદ્ધિ ભેળવતાં ૩૪૦ ભેદ થાય. મુખ્ય ભેદને વિચાર સમજી લે, એટલે પેટભેદ સમજી શકાશે.
વિષય પ્રાપ્ત થતાનું જ્ઞાન તે અવગ્રહ-ઉભયકેટિ પરામર્શરૂપ જ્ઞાન તે હા–નિર્ણત થવું તે અપાય–ને ધારી રાખવું તે ધારણ આમાં અવયવ્યતિરેક પૂર્વક નિરાકરણ કરવાનું જ્ઞાન ઈહા કહેવાય છે.