________________
જ
.
પુસ્તક 8-Y
સમાધાન-કેટલાએક કારણો કાર્યો સાથે જ રહેવાવાળા છે, જેમ દીપકને અજવાળું કારણ કાર્ય છે ને તે સાથે જ રહે છે દીપક હેય ને અજવાળું ન હોય તેવું હોતું નથી. તેમાં અન્યાભાવનું સહચરિતપણું નથી, બીજામાં કારણ માટે તેનું કાર્ય થાય-જ્યારે અહીં કારણ છે તે પણ કાર્ય સાથે રહે, એ વિશેષ છે.
જેમ એકેન્દ્રિય જીને શરીર હોય ને તેનાથી જે સ્પર્શ થયે. તે કારણ કાર્યનું સહચરિતપણું જાણવું.
જેમ બાળકને અગ્નિના વિષયનું જ્ઞાન નથી. તેથી અગ્નિ સન્મુખ હાય કરે છે, જે જ્યારે તેનાથી દાઝે છે ત્યારે હું બન્યું એવું શબ્દનું જ્ઞાન ભલે નથી પણ તે અવ્યક્ત ઉલેખ જરૂર તેને રહેલે છે. ને તેનું નામ જ શ્રુતજ્ઞાન છે માટે મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન કારણ કાર્ય છે. જોકે સહચરિતપણે રહેવાવાળા છે.
એકેન્દ્રિય અને આહાર મ ને લીધો તેમાં સંકલ્પ તે અવશ્ય માનવા પડશે તેથી જ તે જીવને આહારસંજ્ઞા માનેલી છે, માટે મતિજ્ઞાન માન્યાથી શ્રુતજ્ઞાન માનવું જ પડે આ રીતે શબ્દ, દ્વારા વાચ્ય વાચક ભાવ રૂપેનું થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય.
આ બને જ્ઞાન જગતના વ્યવહારમાં એટલા બધા ઓતપ્રોત છે કે તેને વધારે ન સમજાવીએ તે પણ ચાલી શકે. અવધિજ્ઞાન સ્વરૂપ
હવે ત્રીજું અવધિજ્ઞાન ઇન્દ્રિયની મદદ લીધા સિવાયનું જે પદાથનું આત્મ સાક્ષીએ જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. મન પર્યાય જ્ઞાન સ્વરૂપ
તેવી જ રીતે મન:પર્યવ જ્ઞાન એટલે મનના ભાવે જે જણાય તે મને પર્યવ-આમાં મનને ઇંદ્રિયની દલાલીથી જાણવામાં આવતું નથી પરંતુ આત્મસાક્ષીએ જ મનના ભાવ જણાય છે. ઇન્દ્રિયની દલાલીથી જે મનને વિષય જણાય તે તે ગતિશ્રતને વિષય સમજે.