________________
આગમત ને વાઈને અવાજ એમ બધી ઇદ્રિના વિષયે હોય છતાં તેનું જ્ઞાન તેઓને પ્રત્યક્ષ કેવળજ્ઞાનથી થતું હોવાથી ઇંદ્રિયજનિત વ્યાપાર ન હોય તેમ-જણાવવામાં આવ્યું છે.
જેમ સીધા વેપારી પિતે જ મળી જાય ત્યારે દલાલની ભાંજ ગડમાં કેણ પડે અર્થાત્ કઈ નહિં તેમ-કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ બોધ થતું હોય ત્યારે–દલાલરૂપ-ઇંદ્રિયજનિત–મતિજ્ઞાનથી જાણવાનું હોય જ નહિ માટે કેવળી ભગવંત સિવાયના દરેક જીવને મતિજ્ઞાન રહેલું છે. મનથી મતિજ્ઞાન શી રીતે થાય?
આ મતિજ્ઞાન-પાંચ ઇંદ્રિય તથા મન વડે થાય છે. હવે તમે કદાચ કહેશો કે મનથી મતિજ્ઞાન શું થાય? પાંચ ઇદ્રિના જ વિષયે હોય છે ને તેનું છઘને જ્ઞાન થાય છે. છઠ્ઠો કઈ વિષય નથી જે વિષય છ માનીએ તે ઇન્દ્રિય પણ છ માનવી પડે. અગર છો વિષય કેઈ રાખે તેજ મન માની શકાય. જો છો વિષય ન રાખે તે તે પછી મન ન મનાય ને તેથી સંજ્ઞીપણું પણ ન મનાય.
આને માટે વાદીને એ જ ઉત્તર આપવાનું કે માનસિક વિચારેથી જે વસ્તુનું જ્ઞાન થાય તે મનના વિષયરૂપ જ્ઞાન કહેવાય. વિષય તે બધા એકના એક જ છે પરંતુ તેમાં મન જોડાય ત્યારે જે જ્ઞાન થાય તે મનથી થતું મતિજ્ઞાન-કહેવાય છે.
ઇદ્રિ-વર્તમાનકાળને ગ્રહણ કરનારી છે. ને અતીત–અનાગત, કાળને જાણવાની તાકાત ઇન્દ્રિયની નથી. તે તે મનની જ છે વળી ઇદ્રિ દ્વારા જે જ્ઞાન થયું હોય તેનું સ્મરણ મનમાં છે. મનને વિષય છે?
અન્ય શાસ્ત્રકારોએ કહ્યું કે સુખ-દુઃખનું જાણવું તે મનને વિષય છે. પણ જૈન શાસ્ત્રકાર કહે છે કે સુખ-દુઃખ દ્વારા એ તમે મનને નહીં સાબીત કરી શકે. જે સાબીત કરી શકતા હે તે હું સુખી