________________
આગમજાત કાગળ આવે તે તેને પણ એક એક નકલ તથા કેટલીક યુનિવસીટી વિગેરેની જાહેર લાઈબ્રેરીઓને પણ એક એક નકલ ભેટ આપવામાં આવે છે.
આટલું છતાં જેનપત્રના અધિપતિ લખે છે કે જે સાધુઓએ વાચનાની અંદર લાભ લીધો હોય તેને પણ પુસ્તક ભેટ મળતાં નથી. તે માટે અત્રે ખુલાસારૂપે એટલુંજ જણાવવાનું છે કે એવો એક પણ દાખલ આપે જોઈએ કે જે સાધુ જે પુસ્તકની વાચનામાં બેઠેલ હોય છતાં તે પુસ્તક તેને ભેટ ન મળ્યું હોય. બાકી જેને વધારે પુસ્તક ભેટ જોઈએ તેને તેટલાં બધાં ભેટ આપી શકાતા નથી, એ તે ખરી વાત છે. ' રજા પાડવાનું પ્રયોજન :
આટલું કહ્યા પછી મહારે હવે જણાવવું જોઈએ કે
વાચનાની આજે અઢી વર્ષ ભરની રજા પાડવાનું પ્રયોજન એટલું જ કે આજ દિવસ સુધી જે જે પુસ્તકો વંચાયા તેમાં દશવૈકાલિક ને સૂયગડાંગ, લલિતવિસ્તરા પહેલાનાં છપાયેલ હતાં તે તથા વિશેષાવશ્યક (કાશીવાળું) તથા કાણુગળ (બાબુવાળું) છપાયેલ હતું તે તથા એટલા વખતમાં સમિતિ તરફથી જે જે નવા આવશ્યકવૃત્તિ, ઉત્તરાધ્યયનસૂત્ર, આચારાંગસૂત્ર, અનુગદ્વાર, ઉવવાઇસૂર, નદીસૂત્ર છપાયા તે વંચાયા.
હવે છાપેલા આગમો પૈકી એક પણ પુસ્તક શિલીકમાં ન હોવાથી વાચનાનું કાર્ય અઢી વર્ષ પર્યત મલતવી રાખવામાં આવ્યું છે, તે દરમ્યાન પાછા બીજા નવા આગમે છપાઈને તૈયાર થશે, ત્યારુ પછી વાચના શરૂ થશે. કારણ કે વાચના અને છપાવવાનું કામ બને સરખી રીતે બની શકતાં નથી;
વાચના પિતાને આધીન છે ને છપાવવાનું કામ બીજાને આધીન છે, તેથી મુદ્રણ કામને પહોંચી નહિ વળવાથી તથા મુદ્રણ કામ