________________
આગમત પ્રકટ થાય એટલે પચ્ચ૦ ઉપજે તેને ટકાવવા વધારવાની જરૂર છે.
વળી જેમ દહીં મળી આવે ત્યારે ગાળી, રવૈયે, દેરડું ખેળવા જવું ઠીક નહીં પણ કાગડા-કૂતરાં ખાઈન જાય તેનું ધ્યાન સાચવણીરૂપે રાખવું જરૂરી છે, તેમ આત્માના ગુણ-સ્વભાવરૂપે આચાર-નિયમ કે ગ્ય મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન આવે ત્યારે પશ્ચસ્વાભાવિક રૂપે સરલ થઈ જાય પછી તો તેનું જતન કરવાની જ જરૂર !
એટલે પાંચમા અધ્યયનનું નામ ફેરવવાની જરૂર નથી, મૂળ વાત આચારની પ્રાપ્તિની જ મુખ્યતા છે, આચારની વ્યવસ્થિત મર્યાલ પ્રાપ્ત થયેથી પચ્ચની અધિકારિતા પ્રાપ્ત થઈ જાય છે.
એ રીતે આચારની ભૂમિકા પ્રાપ્ત થયે છતે પચવની પ્રાપ્તિ થઈ જાય, અને પછી તે પચ્ચ૦ ટકે, વધે અને અનાચારના કાગડાકૂતરાં તેને બગાડી ન નાંખે એ ધ્યાન રાખવું જરૂરનું છે. અનાચારનું જ્ઞાન સાપેક્ષપણે જરૂરી છે
શ્રી દશવૈકાલિકસૂત્રમાં સાધુ જીવનની મૌલિક રૂપરેખા પહેલા અને બીજા અધ્યયનમાં જણાવ્યા પછી ત્રીજા અધ્યયનમાં બાવન અનાચીણ વસ્તુઓ વિગતે જણાવી છે.
આ ઉપરથી આચારકૃત નામ પાંચમા અધ્યયનનું સંગત છે.
તેમ છતાં અનાચારને વર્જવાના લક્ષ્ય સિવાય આચારનું પાલન સંપૂર્ણ રીતે શક્ય નથી, પચ્ચ૦ની ક્રિયા આચારની વ્યવસ્થાથી ઉપજે એ વાત ખરી. પણ ટકે ક્યારે? કે અનાચારને વર્જવાનું લક્ષ્ય હેય, તે આ રીતે આચાર અને અનાચાર બંને પચ્ચ૦ના વ્યવસ્થિત જ્ઞાન માટે જાણવા જરૂરી દેખાય, તેથી અનાચારનું પર્યાવસાન આચારમાં અને આચારનું પર્યવસાન અનાચારમાં એમ સાપેક્ષ વ્યાખ્યા હોવાથી આ પાંચમા અધ્યયનનું ખરેખર નામ શું? આચારશ્રુત કે અનાચારશ્રુત! બે નામમાં વ્યાજબી શું? વગેરે વાદીની શંકાને ખુલાસો અગે વર્તમાન.
આ પુસ્તક શ્રી આગમહારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસ-વીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.