________________
આગમત પચ્ચવના બલે આચારની વિશિષ્ટ ભૂમિકાની પ્રાપ્તિ
| મૂળ વાત એ હતી કે આચારની સામાન્ય મર્યાદા હેય તે પચ્ચની વિશિષ્ટ ક્રિયાથી તેમાં વૃદ્ધિ થઈને આચારની વિશિષ્ટ ભૂમિકા પણ સહેલાઈથી આવી શકે. - બાલમુનિ અઈમુત્તાના માનસમાં સામાન્યથી ભૂમિકા હતી કે“સાધુને કાચું પાણી ન અડાય, આ સામાન્ય ભૂમિકાએ સંયમમહાવતેની પ્રતિજ્ઞા-પચ્ચ૦ના પાલનના વિચારની ધારાએ ચઢી ઉત્કૃષ્ટ આચારની મર્યાદાઓ–તીવ્ર સંવેગભાવે મેળવીને કેવળજ્ઞાન સુધી બાળમુનિ પહોંચી ગયા !
આમાં પ્રતાપ કોને ! આચારશુદ્ધિની સામાન્ય ભૂમિકાએ કરેલ મહાવ્રતની પ્રતિજ્ઞાને !
તેના આધારે જ બાળમુનિ અઈમુત્તા સાધુજીવનની ઉત્કૃષ્ટ ભૂમિકા રૂપ કેવળજ્ઞાનને પામી શક્યા. ઉપસંહાર - આ રીતે આચારની ભૂમિકાનું મહત્વ પચ્ચ માં દર્શાવ્યું, તે ઉપરથી પચ્ચ૦ એ કાર્ય છતાં તેનું નિરૂપણ પહેલાં કરી કારણરૂપ આચારશુદ્ધિને પછી જણાવવાની વાત સહેલું છે એ નક્કી થયું. કાર્ય સહચર કારણ તરીકે આચારશુદ્ધિનું મહત્વ
વળી કાર્ય પહેલાં કારણ હોય તેમ છતાં અહીં પહેલાં કાર્ય પચ્ચ બતાવી ગયા, પછી કારણ તરીકે આચારશુદ્ધિ જણાવી છે તેનું એ પણ કારણ હેઈ શકે કે–આચારશુદ્ધિ માત્ર પચ્ચ૦ ની પૂર્વાવસ્થામાં રહેનારૂં કારણ નથી પણ કાર્યસહચર કારણ છે, એટલે પચ્ચને ટકવા માટે, વધવા માટે, પણ આચારની મર્યાદાઓની વ્યવસ્થા જરૂરી છે.
પચ્ચલેવા પહેલાં જ આચારની મર્યાદામાં રહેવું જરૂરી છે એમ નથી, પણ પચ્ચ૦ને પાળવામાં, ટકવામાં ચાવતું તેની સાનુબંધતા માટે આચારશુદ્ધિનું સાપેક્ષ મહત્વ છે આ વાત પહેલાં સત પદની સાર્થકતામાં વિચારી ગયા છીએ,
+
-