________________
આગમત
- વ્યવસ્થિત હય, આચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેવાથી જ પચકખાણ કિયા ઉપજે છે, ટકે છે અને વધે છે,
અહીં એક મહત્વની વાત વિચારવા જેવી છે કે–પચ્ચકખાણના અધિકારીને નિર્દેશ કરતાં પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત પણું મુખ્યત્વે જણાવ્યું છે, પણ કચવરિત શબ્દ કેમ? આચારની મર્યાદામાં સ્થિત હોય ને પચ્ચખાણને અધિકારી એમ માનીએ તે શે વધે? આના ખુલાસા તરીકે જ્ઞાનીઓ ફરમાવે છે કેઆચારમાં રહેવા માત્રથી પચ્ચક્ખાણના અધિકારી થવાતું નથી, કેમ કે “રહેવું” એ શબ્દ સામાન્યવાળી છે. ઉદાયીનુપમારક વિનયરત્ન જેવા અભ કે દૂરભવ્ય પ્રાણીઓ પણ વ્યવહારથી અત્યંત વિશુદ્ધ આચારનું પાલન કરનારા હોય છે, પણ તેટલા માત્રથી તેઓ પરચફખાણના અધિકારી કે તેમનું પચ્ચકખાણ સુપચ્ચક્ખાણ ન થઈ શકે ! આચારશુદ્ધિ સામે આજ્ઞા બાબતના સતતે પગનું મહત્વ
આજે પણ શાસ્ત્રોના પ્રામાણ્યને શ્રદ્ધાપૂર્વક નહીં માનનારા, સ્વછંદમતિએ શાસ્ત્રોના અર્થને પણ વિકૃત કરનારાઓ કંઈ આચારમાં નથી હોતા એમ નહીં, વ્યવહારથી તો મુગ્ધ જીને પિતાની શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતાઓની પ્રામાણિકતા ઠસાવવા બાહ્ય આચારશુદ્ધિ ખૂબ જ કડકાઈથી પાળતા હોય છે, પણ તેથી તેઓની આંતરિક ગ્યતા-અધિકારીતાનું માપ ન કાઢી શકાય.
તેથી “આચારમાં રહેલ હોય તે પ્રતિજ્ઞા યથાર્થ પચ્ચક્ખાણ વાળ હોય” એવો નિયમ નહીં, “પ્રતિજ્ઞામાં જે હોય તે આચારની મર્યાદામાં હોય જ” એ નિયમ પરે !
એટલે આચારમાં મર્યાદાપૂર્વક એટલે જ્ઞાનીઓની આજ્ઞાની વફાદારી જાળવવાના પ્રયત્ન પૂર્વક રહેવું તેનું નામ ચરિત કહેવાય.
આ રીતે પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે ટકી રહેનારે પચ્ચકખાણને સાચે અધિકારી એ વાત નક્કી થઈ.