________________
આગમોત
પ્રભુશાસનની આરાધનાની તકને લાભ હું નથી લઈ શકતો તે તમે જે રાજ્ય લેતા હોય તે મારા માટે સારું છે! પણ “હાથી ઉપરથી ગધેડે બેસવા જેવું થાય છે હોં !' વિચાર કરે! ખૂબ ઊંડું વિચારતેમ છતાં ભાવના તમારી વિપરીતગામી બની હેય તે સંયમ–કે શાસનને લજવશે નહીં ! વેષની પ્રતિષ્ઠાને ધક્કો લગાડશો નહીં! લે! સંભાળે આ મુકુટ આદિ રાજવંશી વેશ! અને લા સંયમના ઉપકરણ અને ધર્મધ્વજ મને આપે ! જેથી હું આ સંસારના કારાવાસથી નિકળી જીવનને મંગળ માર્ગે ધપાવવા પ્રભુ શાસનનું સંયમ સ્વીકારું !”
કંડરીક મુનિએ ઉતારી મુકેલે વેષ પુંડરીક રાજાએ ખૂબ જ ચઢતા પરિણામે ભાવેલાસથી સ્વીકાર્યો અને કંડરીક મુનિ મેહની વિષમ વાસનાના ગુલામ બન્યા.
પુંડરીક રાજાએ વેષ તે સ્વીકાર્યો પણ મનથી એ અભિગ્રહ ધાર્યો કે “મેરૂ પર્વત જેવા મહાન મહાવ્રતની પ્રતિજ્ઞા આપમેળે તે લેવાય નહીં ! ગુરૂનિશ્રાએ જ તેને સ્વીકાર થાય તેથી ગુરૂ મહારાજ પાસે પહોંચું નહીં અને મહાવતે ઉચ્ચરું નહીં ત્યાં સુધી ચારે આહાર ત્યાગ.”
આપણી મૂળ વાત શી હતી કે ? એકાસણુ આદિ પચ્ચખાણે આપમેળે લઈ શકાય પણ અણુવ્રતની પ્રતિજ્ઞા તે ગુરૂ પાસે સંઘની સાક્ષીએ જ લેવાય ! તેમાં કંડરીક મુનિની પતિત દશાએ વેષને સ્વીકાર આપમેળે કરવા છતા મહાવ્રતની પ્રતિજ્ઞા ગુરૂ પાસે ન લેવાય ત્યાં સુધી ચારે આહારના ત્યાગને પુંડરીક રાજાને આ પ્રસંગ ખૂબ જ પ્રેરક છે! મૂળ અને ઉત્તરગુણના પચ્ચ.માં વિશિષ્ટ શબ્દરચના
પહેલાં આપણે એ વાત વિચારી ગયા કે-એકાસણું–ઉપવાસ આદિના પચ્ચખાણના આગારે અને સૂત્ર રચના તથા અણુવ્રત અને મહાવ્રતની પ્રતિજ્ઞાના સૂત્ર કે આલાવાની રચના ભિન્ન ભિન્ન . પ્રકારની છે.