________________
પુસ્તક ૨જુ
પામર ને ભવસમુદ્રમાંથી ઉદ્ધરવા માટે સ્થિરતા ફરમાવી રહ્યા છે! પણ કૃપાનાથ ! હું તે મેહના ભારણ નીચે ખૂબ જ દબાઈ ગયે છું! આપ મારી ખાતર આપના સંયમમાં દૂષણ ન લગાડે! બીજા કઈ ગુરૂને જેગ મળશે ત્યારે મારા ઉદ્ધારની વાત વિચારીશ ! આપ મારી ખાતર વિહાર બાબત ગૂંચવાશે નહીં.”
આવા માર્મિક ઉપાલંભ ભરેલા વ્યંગ્ય શબ્દો સાંભળી કંડરીક મુનિ વાસનાઓની પૂર્તિ અર્થે ત્યાં રહેવાની ઈચ્છા છતાં વિહાર કરી ગયા, પણ આન્તરિક પરિણામમાં વિકૃતિએ ઘર ઘાલ્યું, ધીમે ધીમે વિલાસની હાનિ થવાથી આચરમાં શિથિલતા પ્રવેશી, અને ખૂબ
જ નિકૃષ્ટ કક્ષાના વિચારની ભૂમિકાએ પહોંચી સંયમ મુકી દેવાની પતિત વિચારણના આરે જઈ પહોંચ્યા
અને વ્યવહાર દષ્ટિથી અનુચિત છતાં કંડરીક મુનિ વારંવાર ભાઈને રાજ્યમાં આવવા લાગ્યા.
એક વખતે તે ખૂબ જ મેહનીયકર્મની પ્રેરણાને પરવશ બની એકલા જ ભાઈની રાજધાની બહાર બગીચામાં આવી એક ઝાડ નીચે લીલોતરી ઉપર બધા ઉપકરણો એક બાજુ મુકી બેઠા, પુંડરીકને ખબર પડી એટલે મેહની વિચિત્રતાને સમજનાર મોટેભાઈ દેડતે આવીને ખૂબ ખૂબ વિનવણી પૂર્વક સમજાવ્યું કે “તમે ભાગ્યશાળી કે આ સંસારના કીચડમાંથી પિતાજીની સાથે નિકળી ગયા! હું તે આ કીચડમાં હજી ફસાયેલ છું, ધન્યભાગ્ય છે તમારાં તમે આમ ઢીલા કેમ થયા છે! જરા મન મજબૂત કરે!” વગેરે ખૂબ સમજાવવા છતાં પરિણામની ધારા ખૂબ જ પતિત કક્ષાની થઈ ગયેલી તેથી રેગીને પથ્ય-ચરી પાળવાની વૈદ્યની વાત જેમ પસંદ ન પડે તે રીતે પુંડરીકની વાત કંડરીક મુનિને રૂચી નહીં, છેવટે પુંડરીકને લાગ્યું કે-પરિણામ સાવ પલટાઈ ગયા છે, એટલે સ્પષ્ટ શબ્દમાં ધીમેથી કહ્યું કે
ભાઈ! મુંઝાશે નહીં! તમારા ભાવ પલટાણું હોય તે રસ્તે ખુલે છે! રાજ્ય તૈયાર છે! આ રાજ્યની ખટપટના કારણે