________________
આગમત
-
આ સાંભળી કંડરીકે કહ્યું કે-“પૂજ્ય પિતાજી? આપ જ્યારે વિવેકની સફળ જાગૃતિના આધારે જીવનશુદ્ધિના ઉચ્ચતર પંથે ધપવા તૈયારી કરે છે! તે શું હું અળખામણું છું કે-મારા આપ શિરછત્ર અને વાલી હોવા છતાં મને આ સંસારની મોહજાળમાં એકલેઅલે મુકીને માત્ર પિતાને જ ઉદ્ધાર કરવા તૈયાર થયા છે!” આ સાંભળી પિતાએ ખૂબ જ પ્રસન્ન થઈને કહ્યું કે “ભલા ભાઈ! તને પણ ખરેખર જે સંસારની મેહજાળમાંથી છૂટવાની તત્પરતા જાગી હોય અને પરિણામની ધારા ચઢતી હોય તે મારી ક્યાં ના છે? એ તે “સેનામાં સુગંધ”કે-મારા કુળમાં જન્મ પામેલ સંતાન દેવદુર્લભ માનવ-જીવનની સાચી સફળતા સર્વવિરતિની સફળ આરાધના દ્વારા કરવા માટે ઉજમાળ બને !”
કંડરીક સાથે પિતાએ ગુરૂ મહારાજ પાસે ખૂબ જ ભાવે હલ્લાસ સાથે સંયમ સ્વીકાર્યું.
વિધિપૂર્વક સંયમ પાળી વૃદ્ધ મુનિ સદ્ગતિ પામ્યા, અને કંડરીક મુનિ કાલાંતરે શરીર અશાતા થઈ પુંડરીક રાજાને સમાચાર મળવાથી ભક્તિને લાભ મેળવવાના ઈરાદે ગોપચાર માટે પિતાના ગામમાં આમંત્રી પિતાની શાળામાં રાખી વિવિધ રીતે ઉપચારની વ્યવસ્થા કરી, કાલાંતરે રોગ શમી ગયે.
અહીં પુંડરીક રાજાએ સંસારી ભાઈના સગપણથી પ્રવૃત્તિ વ્યવહારથી કરી દેખાય પણ અંદરખાનેથી તે સુસાધુતા પ્રતિ અનહદ રાગ મુખ્ય હોય છે, એટલે જ રેગશમન થયા પછી પણ સગવડોની મઝા માણવા મેહના ઉદયથી કંડરીક મુનિ વિહારનું નામ જ લેતા નથી ત્યારે પુંડરીક રાજા ભાવવાત્સલ્યથી પ્રેરાઈને વ્યંગ્યમાં જણાવે છે કે
સાહેબ ! હું તે આ સંસારના કીચડમાં ફસાઈ ગયે છું, આપે તે સેવા-ભક્તિને અપૂર્વ લાભ મને આપી કૃતાર્થ કર્યો, અને હવે આપને વિહારને એગ્ય અવસર હોવા છતાં આપ મારા જેવા