________________
પુસ્તક ૨-જુ
પર
ટૂંકમાં જગતના બધા ધર્મો અહિંસ આદિ પાંચને પવિત્ર માને છે, છતાં પચ્ચકખાણ-વિરતિનું મહત્વ જેનેતરના ખ્યાલમાં નથી, તે દૃષ્ટિથી હિંસા આદિ પાપને વજવાની જેનેની વાત અનોખી છે. ચારિત્રની સંવરરૂપતા
બીજી દષ્ટિએ વિચારીએ કે-ચારિત્ર-મહાવ્રતે નવતત્ત્વમાં કયા તત્વમાં આવે ? પુણ્યની તાલીશ પ્રકૃતિમાં તે નથી જ! સંવરના સત્તાવન ભેદમાં આવે છે ને? “મિજુરી-સહ-નવમો મfor m” (નવતત્ત્વ ગા. ૨૫)માં ચારિત્રને સંવરના ભેદમાં જ ગણાવ્યું છે ને? તે સંવર એટલે શું? આશ્રવ દ્વારોથી આવી રહેલા પાપકર્મને રોકવા તે સંવર.
એટલે ચારિત્ર-મહાવતેમાં હિંસા આદિને ત્યાગ સંવરરૂપ હેઈ અવિરતિ=આશ્રવ દ્વારથી આવી રહેલ પાપ=ને રોકવા માટે જ થયો.
હિંસા આદિના ત્યાગરૂપ ચારિત્ર=મહાવ્રતનું પાલન પુણ્ય પ્રાપ્તિ માટે નથી, પણ અવિરતિના મહાપાપને રોકવા માટે છે, પુષ્ય માટે તે સરાગસંયમ આદિ અનેક હેતુઓ છે. અવિરતિની ભયંકરતા
દરેક ધર્મવાળા હિંસા આદિ પાંચના ત્યાગને માને છે, પણ જેન અને જૈનેતર વચ્ચે ફરક ક્યાં પડે છે? તે સમજવા જેવું છે! - ઈતરે હિંસા આદિ પાંચને છેડવાથી ધર્મ થશે એમ માને છે, જ્યારે જેને હિંસા આદિ પાંચને નહીં છોડીશું તે અવિરતિના મહા પાપથી બચાય શી રીતે? એમ ધારી હિંસા આદિના પચ્ચક્ખાણનું મહત્ત્વ માને છે.
તેથી જ અન્ય દર્શનકારોએ હિંસા આદિ પાંચ પાપને ત્યાગ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ નામના પાંચ યમ કે શીલ રૂપે દર્શાવ્યો છે.