________________
પુસ્તક ૨-જુ
વ્યવહારમાં ક્યાંય આપમેળે કોર્ટમાં જઈ ગુન્હાની કબૂલાત કરતા કેઈને જોયા ખરા ! આસ્તિક અને નાસ્તિકમાં ફરક છે?
આસ્તિક અને નાસ્તિકમાં મહત્ત્વને ફરક આ છે કે–ખરાબ ચીજની ખરાબીથી જાતને દૂર રાખવા મથે તે આસ્તિક ! અને ખરાબ ચીજની ખરાબીના ફળથી ડરીને જાતને બચાવવા મથે તે નાસ્તિક !
ધર્મ શિખવાડે છે કે–પાપ સ્વતઃ ખરાબ છે! જાણે-અજાણ્ય પણ તેને સંસ્કારો જીવનને જોખમમાં મુકે છે, એમ સમજી-વિચારીને પાપ-પ્રવૃત્તિથી જાતને દૂર રાખવી.
દુનિયાદારી-વ્યવહારમાં ખરાબ ચીજની અસર રાજસત્તાના બંધારણ પ્રમાણે સજા–દંડ કે શિક્ષા રૂપે દેખાય છે, માટે તે અસરની વિષમતાથી જાતને બચાવવી. ખરાબ ચીજ ભલે ! જીવનમાં રહી ! માત્ર તેની સજા ભેગવવી ન પડે! આ અતિસ્થલ વિચાર વ્યવહારમાં હોય છે.
આટલા વિવેચન ઉપરથી સ્પષ્ટપણે સમજાઈ ગયું હશે કેહિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહ આ પાંચેય પાપને જગતના દરેક ધર્મ, મત કે સંપ્રદાય વાળાએ પાપ રૂપે સ્વીકાર્યા છે, ચાવત્ ધર્મમાં નહીં માનનારા નાસ્તિક જેવાને પણ સમાજ વ્યવસ્થાની દષ્ટિએ આ પાંચેય બાબતને અનિષ્ટ તત્વ તરીકે માનેલ છે. પણ (કેઈ પણ ધર્મવાળા) આસ્તિક અને (ધર્મને નહીં માનનારા) નાસ્તિકની માન્યતામાં ફરક ક્યાં પડે છે કેઆસ્તિક-નાસ્તિકની માન્યતા
આસ્તિકે હિંસા આદિ પાંચને ભવાન્તરમાં કર્મની વિષમ વિટંબના આપનાર અને કર્મની જંજાળને વધારનાર અને આત્માને સ્વરૂપથી દૂષિત કરનાર તરીકે હેય=એડવા લાયક માને છે.