________________
૫૦
આગમત
ધર્મના સંસ્કારથી આદ્ર બનેલ આરાધકનું હૈયું જ પોકારી ઉઠે છે–જેથી કે પચ્ચખાણ ભૂલથી ભાંગ્યું કે તેમાં કંઈ દેષ લાગે કે તુર્ત ગુરૂ મહારાજ પાસે દોડતા જઈ પ્રાયશ્ચિત્ત લેવાની ઝંખના રહે છે ! ગુરૂને પગે લાગી ગુરૂ જાણતા ન હોય તે પણ સામે પગલે ચાલી હાથ જોડી પાપને એકરાર કરી પ્રાયશ્ચિત્તની માંગણી કરાય છે, - જ્યારે વ્યવહારમાં જાહેરમાં ગુન્હ કર્યો હોય, સેંકડો સાક્ષી હાય, પિલિસ પાછળ પડી હોય, છટકી ન શકાય તે રીતે કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા હોય છતાં ગુન્હાની કબૂલાત કદી પણ થતી નથી, કેમકે ગુન્હાને દિલથી ખરાબ માન્ય નથી, માત્ર વ્યવહારમાં સજા–દંડ કે શિક્ષા થાય તે ખરાબ લાગે માટે ગુન્હાને ખરાબ માન્યો છે. પાપમાંથી પાછા ફેરવવા માટે ધર્મનીતિની પદ્ધતિ
ધર્મનીતિ પ્રમાણે દરેક આસ્તિકના હૈયામાં ગુન્હાની ભયંકરતા આત્માની ખરાબી કરનારના રૂપમાં હોય છે, તેથી જિનશાસનના સાધુઓની ફરજ જ એ છે કે--જગતના જીવો ગુન્હાની વિષમતા પાપની ભયંકરતા સમજી તેની આચના માટે દોડતા આવે ત્યારે
પ્રાયશ્ચિત્ત દ્વારા તેઓની આત્મશુદ્ધિને ખ્યાલ રાખે !
ધાગાપથી સાધુઓ ખરેખર ભેળી જનતાને ઠગે જ છે, પાપની આલોચના કરનારાને જે તે સાધનેને આપમતિએ ઉપગ બતાવી પિતાની પૂજા-પ્રશંસા વધારવા માંગે છે, તેવાઓની અહીં વાત નથી, પ્રભુ આણધારી સાચા ત્યાગી નિગ્રંથ સાધુઓની વાત છે, તેઓ તે હંમેશાં ધર્મપ્રેમી જનતાને હેય-ઉપાદેયનું સાચું ભાન કરાવી યથા શક્ય પ્રયત્ન પાપની આચરણમાંથી પાછા ફેરવવાને જ પ્રયત્ન કરે !!!
આવા સાધુઓના ચરણમાં પાપ ભીરૂ જનતા દેડતી જઈને એકાંતમાં કે ભેંયરામાં કેઈન જાણે તેમ પણ કરેલા ભયંકર પાપની આચના કરી પ્રાયશ્ચિત્તની માંગણી કરતા હોય છે.