________________
પુસ્તક ૨-જુ અહિંસા આદિ પાંચ બાબતે નાસ્તિકને પણ માન્ય છે
દુનિયામાં કેટલીક ચીજો વ્યક્તિભેદે, દેશભેદે, કાળભેદે પવિત્ર મનાય છે, પણ આ ઉપર જણાવેલી પાંચ ચીજો કેઈપણ એક મત, દર્શન કે શાસનની અપેક્ષાએ પવિત્ર નથી, પણ જગતના તમામ ધર્મો, સંપ્રદાયને માન્ય હોઈ આ પાંચ ચીને પવિત્ર છે,
નાસ્તિક જેવા કટ્ટર ભૌતિકવાદી અને ધર્મના દ્વેષીને પણ આ પાંચ બાબતે માન્ય રાખવી પડે છે,
કેમકે ગમે તેવા નાસ્તિકને પણ વ્યવહારની વ્યવસ્થામાં માનવું પડે છે, નાસ્તિક જેવાને પણ કેઈમારે કે દુઃખ આપે તે તેને ઈષ્ટ નથી હોતું, એટલે વ્યવહારની વ્યવસ્થાને માન્ય રાખવાના પરિણામે વિના કારણે બીજાને મારવાની કે દુઃખ દેવાની વાત નાસ્તિકને પણ અનુચિત માનવી પડે છે. આ પ્રમાણે જુઠ, ચેરી આદિ પાપમાં પણ સમજી લેવું.
પાપની પ્રવૃત્તિથી કર્મ બંધાય મને પરભવ બગડે એ વાત કદાચ ભૌતિકવાદી-નાસ્તિકને આત્માની શ્રદ્ધા ન હોઈ માન્ય ન હોય! છતાં હિંસા આદિ પાપના આચરણથી આ ભવમાં દેખીતે અનર્થ પિતાને ભેગવવો પડે છે, એ હકીકતને આગળ રાખી પિતાની જેમ બીજાને પણ થતી હેરાનગતી સમાજ-વ્યવસ્થાના નામે અનુચિત માનવી જ રહી!
આ રીતે ધર્મ જેવી ચીજને ન માનનાર માત્ર દુનિયાદારીમાં રાચનાર નાસ્તિક જેવાને પણ અહિંસા આદિ પાંચ બાબતે વ્યવહારની રીતે પણ માન્ય કરવી પડે છે! વ્યવહારમાં પણ સજાના ભયથી પાપે અકરણીય છે
વળી દુનિયાદારીમાં કોર્ટમાં સાક્ષી આપતી વખતે પણ ઈશ્વરને માથે રાખવાની વાત મુખ્ય હોય છે. અને જાણું–જોઈને જુઠું બેલનાર સજા પામે છે.