________________
આગમત
વ્યાખ્યાન-૪ इहानन्तराऽध्ययने प्रत्यारख्यान-क्रियोक्ता, सा चाऽऽ-चारરિચારચ.....
વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શ્રી શીલાંકાચાર્ય મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે શ્રી સૂત્રકૃતાંગસૂત્રની ટીકા કરતાં પહેલા શ્રુતસ્કંધની વ્યાખ્યા કરી ગયા, બીજા ગ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કર્યા પછી હવે પાંચમા અધ્યયનની વ્યાખ્યા શરૂ કરસ્તાં ચેથા અધ્યયન અને પાંચમા અધ્યયનને સંબંધ જણાવતાં ફરમાવી ગયા કે – આચાર શુદિની મહત્તાનું રહસ્ય
ચેથા અધ્યયનમાં “જિનશાસનમાં પચ્ચક્ખાણનું કેવું જરૂરી સ્થાન છે?” એ વાત જણાવી પણ તે પચ્ચકખાણને અધિકારી કોણ? એ જણાવવા પાંચમા અધ્યયનમાં પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે ટકી રહેવાનું અત્યધિક મહત્ત્વ દર્શાવ્યું છે.
તેને આશય-ભાવાર્થ શું છે? એ વિવેકબુદ્ધિથી સમજવા જે છે.
જેનેતએ પણ યમ-શિક્ષાના નામે પચ્ચકખાણને સ્થાને સ્વીકાર્યા છે, કેમકે–હિંસા, જૂઠ ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહ આ પાંચ મહાપાપોના ત્યાગની વાત જગતના દરેક ધર્મ, સંપ્રદાય કે શાસનમાં હોય છે,
તેથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રીએ શ્રી અષ્ટક પ્રકરણ ગ્રંથમાં જણાવ્યું છે કે
" पञ्चैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् ॥"
અર્થા–“અહિંસા સત્ય અસ્તેય મૈથુન ત્યાગ અને પરિગ્રહને ત્યાગ આ પાંચ બાબતે જગતના દરેક ધર્મવાળાઓના મતે પવિત્ર મનાય છે.” (હારિ. ૧૩ અષ્ટક લે. ૨)