________________
પુસ્તક ૨-જુ
તાઓ કે મુશ્કેલીઓથી ઢીલા ન પડવું એ ખાસ જરૂરી છે, કરાએની ગાજરની પીપુડીની માફક વાગી ત્યાં સુધી વગાડી નહીં તે પછી કરડી ખાધી એમ ન કરવું!
ગમે તે વ્રત–નિયમ કે પ્રતિજ્ઞા નથી ત્યાં સુધી ખરી! જરાક મુશ્કેલીને પ્રસંગ આવે એટલે વ્રત-નિયમ કે પ્રતિજ્ઞાના પાલનમાં ઢીલાશ વ્યાજબી નથી! કઈ પણ નાના કે મોટા વ્રત–નિયમ કે પ્રતિજ્ઞાના પાલનમાં દઢતા કેળવવી જરૂરી છે કે-“દુઃખે-કો આવે તે ભલે આવે !' લીધેલ પ્રતિજ્ઞાનું પાલનમાં કસર ન રાખવી!
આ રીતે પચ્ચક્ખાણમાં તપ આચારનું અત્યધિક મહત્વ જાણવું.
આ પ્રમાણે પચ્ચકખાણમાં વીર્યાચારનું પણ પ્રાધાન્ય વિચારવું, કેમકે વીર્યાચાર એટલે વર્ષોલ્લાસની જાગૃતિ–ફરવણ કે કેળવણી વિના પચ્ચક્ખાણની ઉત્પત્તિ કે સાચવણ શક્ય બનતી નથી. પચ્ચમાં પાંચે આચારની સંગતિ
આ મુજબ પચ્ચકખાણમાં તેના વિષયનું સામાન્ય રૂપે પણ જ્ઞાન (જ્ઞાનાચાર), પાપવ્યાપારની હેયતાની શ્રદ્ધા (દર્શનાચાર) યાચિત શક્ય મર્યાદાઓનું પાલન (ચારિત્રાચાર) પચ્ચક્ખાણમાં આવી પડતા દુઃખને સમભાવથી સહન કરવાની તત્પરતા (તપાચાર) અને વીલ્લાસની જાગૃતિ (વર્યાચાર) આ પાંચ ચીની મુખ્યતા હાઈ પંચાચારનું પ્રાધાન્ય સ્પષ્ટ થાય છે.
આ રીતે પચ્ચક્ખાણના યથાર્થ અધિકારી તરીકે અહીં શ્રી સૂત્રકૃતાંગસૂત્રના પાંચમા અધ્યયનના પ્રારંભે આચારની મર્યાદામાં વ્યવસ્થિત પુણ્યાત્માને નિર્દેશ છે, તે સર્વથા સંગત દેખાય છે. - હવે આચારની મર્યાદામાં રહેવાથી પચ્ચકખાણની ક્રિયા કેવી રીતે ઉત્પન્ન થાય છે? વધે છે? કે ટકે છે? અને તેને શા શા. લાભ છે? વગેરે જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.