________________
૪૨
આગમત
ભેર આમંત્રણ આપે ! સ્વતઃ દુઃખ આવતું હોય તે તેનું સ્વાગત કરે! દુઃખથી ગભરાઓ નહીં!”
પચ્ચક્ખાણ કરનાર દરેક પુણ્યાત્મા જાણે છે કે-ઉપવાસાદિ પચ્ચક્ખાણ કરવાથી ભૂખ લાગશે છતાં મુમુક્ષુ જી પચ્ચક્ખાણ કરે જ છે! ઘરમાં વિપુલ ખાદ્ય સામગ્રી હોય છતાં ઉપવાસ કરે છે, છતે પાણીએ પણ વિહાર કરીને તરસ્યા રહે છે, ભૂખ-તરસના દુઃખોથી ઘણીવાર ઢીલાશ આવી જાય, પેટમાં કુરકુરીયાં બેલે, દાદરે ઉતરવાની કે બેલવાની શક્તિ પણ કેક વખતે ન રહે, શારીરિક નબળાઈ ખૂબ જ આવે છતાં વિવેકી પુણ્યાત્માઓ હરખભેર તપધર્મનું આસેવન કરે છે! કેમકે–તપાચારને વ્યંગ્યાર્થ–ગૂઢ રહસ્ય રૂપ દુખેને સ્વેચ્છાએ સમભાવથી ભેગવવાને આશય હૈયામાં ગૂંજતે હોય છે.
વધુમાં એ પણ સુંદર વિચારણા કામ કરતી હોય છે કેસ્વેચ્છાએ દુઃખેને ધીરતાથી સહન કર્યા વિના કર્મોની ગુલામીમાંથી છુટી શકાય તેમ નથી, તેથી જ આરાધક મહાનુભાવે દુઃખોને સામેથી નેતરું આપીને તેડાવે, સહનશીલતાના જોરે દુઃખ વેદાઈને આત્માને અશુભકર્મની જકડામણથી છેડાવનારા થાય છે.
આ રીતે તપાચારને વ્યંગ્યાથે આત્માને ખરેખર દુઃખે સહન કરવાના પરિણામે આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાને ખ્યાલમાં રાખી પચ્ચક્ખાણમાં તપાચારનું સર્વાધિક મહત્ત્વ વિચારવું જરૂરી છે. કઈ પણ વ્રત નિયમમાં દઢતાની જરૂર
પચ્ચકખાણ તે શું પણ દરેક નાના મોટા વ્રત-નિયમ–સેગંદ કે પ્રતિજ્ઞાના પાલન માટે તપાચારને વ્યંગ્યાથે ધ્યાનમાં રાખે જરૂરી છે કે-“ગમે તેટલા કષ્ટ કે દુઃખને સામી છાતીએ હસતે મોંઢે સામને કરીને પણ લીધેલ વ્રત-નિયમ કે પ્રતિજ્ઞાને નભાવીશ જ!” ગમે તે શુભ કાર્યના સંકલ્પને વળગી રહેવું, આફત, વિષમ