________________
પુસ્તક રજુ
આ ઉપરથી સ્પષ્ટ થાય છે-સમ્યકત્વ વિના પંચાગ્નિતાપ અને અરણ્યવાસ કે ઘેર તપસ્યા યાવત્ પ્રભુ શાસનનું નિર્મળ ચારિત્રનું બાહ્ય પાલન હોય છતાં આત્માને વિરતિ કે પચ્ચકખાણુને યથાર્થ લાભ ન મળે.
આ વાત ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવી છે. પચ્ચમાં ચારિત્રાચારની મહત્તાને ઉપસંહાર
ટૂંકમાં પાપને સદંતર હેય તરીકેની માન્યતાના સુદઢ પાયા ઉપર જે સર્વથા પાપને ત્યાગ તે સાધુપણું અને દેશથી પાપને ત્યાગ તે શ્રાવકપણું જાણવું.
ચાલુ વિષયમાં પચ્ચકખાણના સાચા અધિકારી તરીકે ચારિત્ર્યચારની મર્યાદામાં જે વ્યવસ્થિત હોય તેને નિદેશ છે તે એટલા માટે કે પાપને સર્વથા ત્યાગ કરવાની સુદઢ માન્યતા ચારિત્રાચારના એલે કેળવાય અને તેના બલે પચ્ચકખાણની સાચી અધિકારિતા પ્રાપ્ત થાય. પગ્નમાં તપાચારનું મહત્વ
હવે પચ્ચક્ખાણ માટે તપાચારનું મહત્વ વિચારીએ તે દેખીતી રીતે ઉપવાસ આંબિલ-આદિ તપના અનેક ભેદે પચ્ચક્ખાપણમાં સ્વતઃ દેખાય છે જ! પણ ખાસ સમજવા જેવી વાત એ છે કે–તપાચારને વાચાર્ય ઉપવાસ, એકાસણું, ઉદરી, રસત્યાગ વગેરે છે, પણ તપાચારને વ્યંગ્યા છે દુઃખસહિષ્ણુતા.
ગમે તેવા દ્રવ્ય કે ભાવ અને નિરાશંસા કર્તવ્ય બુદ્ધિથી વ્યવસ્થિત રીતે કેળવાયેલ કર્મ નિર્જરા ધ્યેયથી સહન કરવાની કેળવણું તે ખરેખર તપાચારને ગૂઢ રહસ્ય રૂપ અર્થ છે. તપાચારને માર્મિક અર્થ
જ્ઞાનીઓ ફરમાવે છે કે “દુઃખેને તરૂં દો! દુઃખને હા