________________
પુસ્તક ૨-જુ
અહીં વિચારવાની જરૂર એ છે કે-ગરમ લાલચળ બનેલા ધગધગતા પતરા ઉપર શી રીતે એણે પગ મૂક્યો હશે? અને પગ મુક્યા વિના ખાઈ ઓળંગાય જ નહીં એટલે પગ તે એણે પતરા ઉપર મૂક્યો જરૂર પણ અહીં મહત્ત્વની વાત એ છે કે-ગરમ પતરા પર પગ મુકી જ શી રીતે શકાય? છતાં પાછળ આવી રહેલ વાઘના ટેળાના ભયથી બચવા ખાઈ ઓળંગી જવા માટે મુક્યો તે ખરે! પણ કેવી મનોદશાએ? એક અંગૂઠે જ માત્ર મુકવાથી જે ચાલે તેમ હોય તે તે પગને આખે જે મુકે ખરે? ન છૂટકે લાચારીથી મુકવા ખાતર નહીં પણ મુક્યા વિના પગ ઉઠાવી ન શકાય માટે ઉઠાવવા ખાતર પગ મુક્યો એમ કહી શકાય. શ્રાવકની પાપજુગુપ્સાને ચિતાર
આ રીતે સંસારી જીવ જ્યારે સમકિત પામે એટલે મિથ્યાત્વની ઊંઘમાંથી જાગે કહેવાય, તે વખતે તેણે નિર્મળ દષ્ટિથી પિતાના આત્માની આસપાસ આઠ કર્મોના વાઘેનું ટેળું ધસારાબંધ આવતું દેખ્યું, એટલે તેના ત્રાસમાંથી બચવા દેટ મુકી પણ આગળ દુનિયાદારીના પદાર્થોની જંજાળરૂપ ખાઈ ભયંકર પાપારંભ, રાગ-દ્વેષ આદિ ખેરના અંગારોથી ભરેલી આડી દેખાણી, પણ તે ખાઈ ઉપર દેશવિરતિનું લેઢાનું પતરું હતું, કર્મોના ત્રાસથી બચવા માટે વિરતિના સંસ્કારના સહારાને મેળવી રાગ-દ્વેષ આદિ ભયંકર સળગતા અંગારાઓની ખાઈ સમાન દુનિયાદારીના પદાર્થોની જ જાળમાંથી છૂટવાને પ્રયત્ન વિવેકી પુણ્યાત્માને હેય.
આ રીતે દેશવિરતિ જીવન એ સંસારના પદાર્થોની આલપંપાલમોહમાયાથી ભરેલી માવજત વાળું ન હોય, પણ ન છૂટકે ગરમ ધગધગતા લેઢાના પતરા પર પગ મુકી ખાઈ ઓળંગી જવાના પ્રયત્નની માફક સાધુધર્મની તીવ્ર અભિલાષાવાળા શ્રાવકને માત્ર ન છૂટકે જવાબદારી અદા કરવા રૂપે સંસારની પ્રવૃત્તિઓ કરવી પડે માટે કરે.