________________
૩૮
આગમત
ધમની તલ્લીનતા ઉપર અહીં જણાવાયેલ છે, સાધુધર્મની પાલના કરવાની દઢ કામના કે ઉત્કટ અભિલાષાએ જ શ્રાવકની તલ્લીનતા સાધુધર્મમાં થવા પામે છે. અને આવી સાધુધર્મની તલ્લીનતાના આધારે શ્રાવકના જીવનમાં તે તે વિશિષ્ટ રીતે પંચાચારનું યથોચિતપણે પાલન કરવાની તત્પરતા ઉપજે જ છે.
એટલે પચ્ચકખાણનું આધકારીપણું આચારશુદ્ધિ પર નિર્ભર છે એ વાત “દેશવિરતિને આધાર સાધુધર્મરાગ સાથે સંબંધિત છે” એ વાક્યથી નિશ્ચિત થઈ જાય છે. પૂ આ શ્રીહરિભસૂરીશ્વરજી મના શબ્દોમાં
શ્રાવકપણું એટલે? આચાર શુદ્ધિ વાળે જીવ પચ્ચક્ખાણને યથાર્થ અધિકારી છે” આ વાત સમજવા માટે પૂ. આ. હરિભદ્રસૂરીશ્વરજી મ.નું નીચેનું વાક્ય પણ ખૂબ જ ઉપયોગી છે
“શ્રાવકપણું કેવું? ધગધગતા લેવાના તવા ઉપર પગ મૂકવાની જેમ ન છૂટકે લાચારીથી પાપની પ્રવૃત્તિ વાળું.” શ્રાવકની મનોદશા ઉપર માસિક દષ્ટાંત
આ વાતને સમજવા માટે નીચેનું દષ્ટાંત વિચારે !!!
કઈ માણસ જંગલમાં સૂતે હતું અને અચાનક આંખ ઉઘડી ને સામેથી આવતા વાઘના ટોળા ઉપર નજર પડી, હાંફલે. હાફ થઈ જીવ બચાવવા ભાગી છૂટે છે, ઝડપથી દેડવા માંડે છે, આગળ ધગધગતા લાલચેળ ખેરના અંગારાથી ભરેલી મેટી ખાઈ આડી આવી, ખાઈ ઉપરથી જવા માટે એક પતરું આડું મૂકેલ છે, બહુ વિચાર કરવાનો અવસર નથી કે ખેરના અંગારાની પ્રબળ ગરમીથી લેઢાનું પતરું કેવું ગરમ થયું હશે! મારા પગ દાઝશે વગેરે વિચાર્યા વિના પાછળથી આવતા વાઘના ટોળાથી જીવ બચાવવા ઝડપભેર ધગધગતા લાલાળ ગરમ પણ લેઢાના પતરા પર ઝટપટ પગ મૂકી ખાઈ ઓળંગી ગયે.”