________________
પુરોનક રજુ પચ્ચકમાં ચારિત્રાચારનું મહત્ત્વ
આમ છતાં જે પુણ્યાત્માઓ આઠમ, ચૌદશ, શાશ્વતી અઠ્ઠાઈ પજુસણ, જ્ઞાનપંચમી, મૌનએકાદશી આદિ વિશિષ્ટ પર્વના દિવસોમાં સભાસેહંતારૂપે પણ પચ્ચક્ખાણ કરવા તૈયાર થતા હેય પણ હૈયામાં એમ હોય કે-“ચાલુ દિવસમાં આપણે કંઈધર્મની આરાધના કરતા નથી, પચ્ચક્ખાણ આદિ વિશેષ રૂપે કંઈ કરતા નથી, ધર્મની આરાધના કરીશું તે જ આપણું કલ્યાણ થશે, આપણાથી સર્વથા હિંસા છૂટતી નથી, અસત્ય ભાષણને સર્વથા ત્યાગ થઈ શકતા નથી, આવી પરિસ્થિતિમાં આપણે કંઈ નહીં કરીએ તે આપણું શું થશે?” આવી વિચારણાના પાયા પર “વધુ ન થાય તે થોડું તે કરીએ” એ લક્ષ્યથી જે પચ્ચકખાણની પ્રવૃત્તિ થાય છે ચારિત્રાચારની મર્યાદાવાળી કહેવાય.
એટલે સભાસહંતાની પ્રવૃત્તિ સર્વથા નિરર્થક છે એમને જાણવું.
ઉપર જણાવ્યા પ્રમાણે ચારિત્રાચારની મર્યાદામાં રહેવાને પ્રયત્ન કરનાર વ્યવહારથી સભાસહંતા જેવા આરાધકે પણ પચ્ચક્ખાણના અધિકારી બને છે. કેમકે પહેલાં જણાવી ગયા છે કે–આચાર શુદ્ધિની ભૂમિકા ઉપર પચ્ચકખાણની ક્રિયા ઉત્પન્ન થાય છે.
ટૂંકમાં પચ્ચક્ખાણને યથાર્થ અધિકારી છે કે જે આચારની મર્યાદામાં વ્યવસ્થિત હેય. પચ્ચક માટે આચારશુદ્ધિના ટેકામાં દેશ વિરતિની
વ્યાખ્યાને વિચાર આ વાત બરાબર લક્ષ્યમાં લઈશું એટલે કલિકાલ સર્વજ્ઞ પૂઆશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું કે“તિધર્માનુરાનાં, રાતા ચામ” અર્થા–“સાધુધર્મના દઢ રાગવાળા ગૃહસ્થને દેશથી વિરતિ–પાપનું પ્રત્યાખ્યાન હોય છે” આ વાતનું મહત્ત્વ બરાબર સમજાઈ જશે.
કેમકે-શ્રાવકધર્મની ઉત્પત્તિ-સ્થિતિ આદિને આધાર સાધુ