________________
આગમોત
પણ વિષયભેદે પચ્ચક્ખાણના સ્વરૂપની વ્યવસ્થા બરાબર નથી, જેમ-જમનાભાઈ ઉપવાસના પચ્ચક્ખાણ લેવા આવે અને મોહનભાઈને ઉપવાસને સ્પષ્ટ ખ્યાલ ન હોય ત્યાં જમનાભાઈનું પશ્ચકખાણ દુપચ્ચક્ખાણ ન થાય,
આ રીતે પચ્ચક્ખાણમાં સામાન્યથી જીવ-અજીવ કે વસસ્થાવરની હિંસાને પરિત્યાગની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે બાકી શાસ્ત્રીય પદાર્થોની વિપુલ જાણકારી સાથે પચ્ચક્ખાણને નિયત સાહચર્ય નથી. પચ્ચ૦માં જ્ઞાનાચાર-દર્શનાચારનું મહત્વ
પચ્ચકખાણ લેનારાએ જ્ઞાનાચારમાં જીવ–અજીવ કે ત્રસ– સ્થાવરનું જ્ઞાન મેળવ્યું હોય તે સાચી અધિકારિતા વિકસી કહેવાય, તેવાને અપાયેલ પચ્ચક્ખાણ ઉત્તરોત્તર સાનુબંધ રીતે વૃદ્ધિ પામતું રહે છે.
એ જ પ્રમાણે દર્શનાચારમાં જીવાદિ તત્ત્વની માન્યતા–પ્રતીતિ ન હોય! “જગતમાં જીવ છે એવું હું નથી માનતે” આવું બેલતે. હેય તેને હિંસાથી વિરમવાનું સંભવિત નથી.
આ રીતે પચ્ચકખાણની ઉત્પત્તિ જીવાદિની માન્યતા સાથે સંકળાયેલી છે. તેથી આચાર-દર્શનાચારમાં જે વ્યવસ્થિત હેય તે પચ્ચકખાણુને અધિકારી જાણ. - જે વ્યક્તિ આચાર શુદ્ધિમાં બહુ માન ન હોય તે જગતમાં જેમ સભાસહંતા માણસો માત્ર સભા શોભાવે, તાલીઓના ગડગડાટ કરી મૂકે પણ સભા જે આશયથી મળી હોય તે સાથે તેમને કંઈ નિસ્બત ન હોય તે રીતે વાર–તહેવારના દિવસેએ સભાસેહતા તરીકે પચ્ચક્ખાણ કરવા રૂપે કરી લે, પણ તેમાં પચ્ચખાણની શુદ્ધિ જાળવવા ઉપર કહ્યા મુજબ જ્ઞાનાચાર-દર્શનાચારની મર્યાદા ન જાળવે તે પચ્ચકખાણનું સાચું અધિકારીપણું તેઓએ મેળવવું રહ્યું.