________________
૩૪
આગમત
મહેમાં પાણી નંખાય-આટલી જ્ઞાનની ભૂમિકાના અભાવે તે ઉંમર કે શબ્દજ્ઞાન ગમે તેટલી હોય તે પણ પચ્ચકખાણ અપાતું નથી !
એટલે એક વિષયનું જ્ઞાન અને બીજા વિષયની ક્રિયા આમ બે જુદા જુદા વિષયના સંબંધે જ્ઞાનીઓએ નિદેશેલ વાક્યોને ભાવાર્થ સમજી ન શકાય !
આ ઉપરથી “જ્ઞાન વગરની ક્રિયા નકામી” એને અર્થ એમ સમજે કે “જે ક્રિયા કરવી છે તેમાં તે વિષયનું મૌલિક ભૂમિકાના વિચાર રૂપ જ્ઞાન ન હોય તે તે કિયા ફળશૂન્ય થાય છે.”
એટલે શ્રાવક કુળમાં સંસ્કાર-વાતાવરણ અને સમાગમ આદિની વિશેષતાએ સહેલાઈથી મળનારૂં જીવાજીવાદિનું સામાન્ય જ્ઞાન જરૂરી છે, શબ્દ ચાતુરી-વાક્પટુતાવાળું અક્ષરપાંડિત્ય રૂપ જ્ઞાન બહુ જરૂરી નથી. જૈનેતરના સંસ્કારની છાપથી પચ્ચરના પાયાની ઢીલાશ
પરંતુ આપણી સ્થિતિ આજે એવી થઈ છે કે-પચ્ચક્ખાણ હિંસાથી વિરમવા માટે છે” એ પાયાની વાત વિસરાતી જાય છે, પરિણામે બોલવામાં આપણે કંઈક બેલીએ છીએ અને વર્તનમાં જેતરના સંસ્કારની છાપ આપી જાય છે, જેમકે
સવાર-સાંજના પ્રતિક્રમણમાં ચોરાશી લાખ જીવનિ સાથે ક્ષમાપનાના “સાત લાખ” સૂત્રમાં તથા “યાવહી–સૂત્રમાં એકેન્દ્રિ-સ્થાવરને જીવ તરીકે માનીએ છીએ, પણ તમને કઈ પૂછે કે-“ભલા ભાઈ! તમે જીવને કેમ મારે છે?” તે ઝટ દઈને આપણે બેલી ઉઠવાના કે-હે? શું કહ્યું તમે? અમે જીવ મારીએ!”
જ પૃથ્વીકાય આદિ સ્થાવર ની વિવિધ પ્રકારની હિંસા કરવા છતાં “આપણે જેને મારીએ છીએ” એ અરેરાટી શાકને સમારતાં પાણી ઢળતાં કે પીતાં, માટી ખોદતાં કે ચૂલે સળગાવતાં કેમ થતી નથી ?