________________
પુસ્તક ૨-જુ
૩૩
ક્યતા છવાજીવના સ્વરૂપને ન જાણનારા માટે જણાવી છે, જૂઓ --
"जो जीवे वि ण याणेइ, अजीवे ण वियाणइ ।
जीवाजीवे अयाणंतो, कहं सो जाहिद संजमं? ॥
અર્થાત-જે જીવેને જાણ નથી, અજીને જાણતા નથી, “આ રીતે જીવ અને અજીવને ન જાણતું પ્રાણી સંયમ–જયણાને. શી રીતે જાણી-સમજી શકશે?
આ રીતે “જયણની મુખ્યતાએ જ્ઞાનની પ્રધાનતા. છે, જયનું નિરપેક્ષ જ્ઞાનનું કેઈ મહત્ત્વ નથી” આ નક્કી થયું.
મૂળ વાતમાં વિચારવાનું એ કે-“જ્ઞાન વગરની ક્રિયા નકામી” આદિ પ્રથમ જણાવાયેલ છેટા તર્કોથી વગર સમયે પચ્ચક્ખાણની ક્રિયા અસાર જણાવી હતી તે ખરેખર વિવેકબુદ્ધિની ગેરહાજરીનું ફળ જાણવું. વઢ Ti૦નું ગૂઢ રહસ્ય
કેમકે “vai ori૦” કે “જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ”એ બધા વાક્યો કયી અપેક્ષાથી કહેવાય છે? અને તેની સંગતિ ક્યાં? એ સમજ્યા વગર તે જ્ઞાનીઓના વચનેના હાર્દને પામી જ ન શકાય!
જ્ઞાન વિનાની ક્રિયા નકામી” એમ કહેવા પાછળ જ્ઞાનીઓની અપેક્ષા એ છે કે-જે ક્રિયા ચાલુ હોય તે સંબંધનું જ્ઞાન જે ન હોય તે તે ક્રિયા નકામી, પણ ચાલુ ક્રિયા સાથે સંબંધ ન ધરાવતા પદાર્થોના જ્ઞાનની ખામીએ ક્રિયા નકામી ન ગણાય ! તર્કશાસ્ત્રના નિયમ પ્રમાણે “ રજી શિવા -
જ્ઞાજે વિષયની કિયા તે વિષયનું જ્ઞાન, આ રીતે પચ્ચકૂખાણ કરનાર ભલે શબ્દજ્ઞાનની દષ્ટિએ અજ્ઞાન–મૂર્ખ હેય ! પણ. નવકારશીનું પચ્ચકખાણ કરનારૂં નાનું બાળક કે સીત્તેર વર્ષની વૃદ્ધ ડોશી મા પણ એટલું તો જાણતા હોય છે કે-નવકારશી એટલે સૂર્યોદય પછી બે ઘડી થાય પછી મૂઠી વાળીને ત્રણ નવકાર ગણ્યા પછી.