________________
પુસ્તક ૨–જું
૨૫
નાહ્યા તેટલું પુણ્ય હોય છે, પણ જેને તે વિરમ્યા એટલું પુણ્ય” માનીને પચ્ચકખાણ–પ્રતિજ્ઞાનું મહત્વ સ્વીકારે છે. પચ્ચએ આત્માને મોલિક સ્વભાવ છે
પચ્ચક્ખાણ કે પાપથી વિરમવું તે આત્માને મૌલિક ધર્મ છે. જેમકે આહાર-વિહાર-શ્વાસેચ્છવાસ એ શારીરિક ધર્મ છે, આપણા ઉપર કેઈએ આહાર-વિહાર કે શ્વાસ લેવાની ફરજ પાડી નથી, પણ તે વિના શરીર ટકે નહીં માટે આહાર-વિહાર અને શ્વાસ લેવાનું આપણા માટે ફરજીયાત બને છે. આ રીતે પાપથી વિરમવું તે આત્માને સ્વભાવ છે. શુદ્ધ પરિણતિ અને શુદ્ધ પ્રવૃત્તિ આત્માના સ્વભાવ તરીકે ગણી શકાય, કેવલજ્ઞાન-કેવળદર્શન અને વીતરાગપણું આદિ આત્માની શુદ્ધ પરિણતિ કે પ્રવૃત્તિ રૂપ સ્વભાવ પાપના વિરમવામાંથી જ પ્રકટે છે, તેથી પચ્ચકખાણ આત્માને મૌલિક સ્વભાવ છે.
પ્રશ્ન-કેવલજ્ઞાનાદિ સ્વભાવ અને તેને પ્રકટ કરનાર પાપથી વિરમવું જે આત્માને મૌલિક ધર્મ હોય તો સઘળા જીને તેને અનુભવ કેમ નથી ? કે બધા જીવ પાપથી વિરમતા કેમ નથી ?
ઉત્તરચમાસામાં સૂર્ય સમયસર ઉગે છતાં વાદળાંથી આપણને ન દેખાય તેથી સૂર્ય નથી એમ ન કહેવાય ! વાદળાંના આવરણથી આપણું આંખ તેને જોઈ શકતી નથી, પણ સૂર્યનું અસ્તિત્વ તે છે જ ! તે રીતે સંસારના સઘળા નાના-મોટા દરેક જીવમાં શુદ્ધ કેવલજ્ઞાનાદિ ગુણેનું કે તેવા વિશુદ્ધ સ્વભાવને ઉપજાવનાર પાપથી વિરમવા રૂપ સ્વભાવનું અસ્તિત્વ છે જ જેને માન્યતા પ્રમાણે દરેક જીવમાં સર્વજ્ઞપણું-સર્વદશીપણું સત્તાગત રહેલું છે જ ! તેથી જ અન્ય મતવાળાઓ કરતાં જીવાદિ તત્વેની આપણી માન્યતા જુદી પડે છે. નવતાની જૈન માન્યતાને મર્મ
જે રીતે ઝવેરીના અને નાના બાલકના હીરા શબ્દમાં ફરક ન